શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ટ્રમ્પના સ્વાગત માટે આયોજિત કાર્યક્રમથી ફેલાયો કોરોનાઃ સંજય રાઉત
ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલા કેસ 20 માર્ચે આવ્યો હતો, જ્યારે રાજકોટનો એક વ્યક્તિ અને સુરતની એક મહિલામાં સંક્રમણની પુષ્ટ થઇ હતી
નવી દિલ્હીઃ શિવસેના નેતા સંજય રાઉતે કોરોના ફેલાવવા પાછળ અમદાવાદમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર ગણાવ્યો હતો. શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે, ગુજરાત અને પછી મુંબઇ અને દિલ્હીમાં કોરોના વાયરસ ફેલાયો હતો. તેમને કહ્યું કે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમને જવાબદાર ગણાવ્યો હતો, જેમાં ટ્રમ્પ શિષ્ટમંડળના કેટલાક સભ્યોએ ભાગ લીધો હતો.
રાઉતે કેન્દ્ર સરકારની નિંદા કરતાં કહ્યું કે, લૉકડાઉન કોઇપણ યોજના વગર લાગુ કરવામાં આવ્યુ, પણ હવે તેને હટાવવાની જવાબદારી રાજ્યો પર છોડી દીધી છે.
શિવસેના સાંસદે કે મહારાષ્ટ્ર સરકારને પાડવાની ભાજપની તમામ કોશિશો બાદ પણ મહા વિકાસ અઘાડી સરકારને કોઇ ખતરો નથી, કેમકે આનુ અસ્તિત્વ ટકાવી રાખવા શિવસેના, રાકાંપા અને કોંગ્રેસ મજબૂરી છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાના સાપ્તાહિક કૉલમમાં રાઉતે કહ્યું આનાથી ઇનકાર નથી કરી શકાતુ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં એકઠી થયેલી ભીડના કારણે ગુજરાતામં કોરોના વાયરસ ફેલાયો. ટ્રમ્પની સાથે આવેલા શિષ્ટમંડળના કેટલાક સભ્યો મુંબઇ, દિલ્હી પણ આવ્યા જેના કારણે વાયરસ ફેલાયો.
ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રૉડ શૉમાં ભાગ લીધો હતો, જેમાં હજારો લોકો સામેલ થયા હતા. રૉડ શૉ બાદ બન્ને નેતાઓ મોટેરામાં બનેલવા ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક લાખથી વધુ લોકોને સંબોધિત કર્યા હતા.
ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલા કેસ 20 માર્ચે આવ્યો હતો, જ્યારે રાજકોટનો એક વ્યક્તિ અને સુરતની એક મહિલામાં સંક્રમણની પુષ્ટ થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement