શોધખોળ કરો
Coronavirus Test માટે દેશમાં 12 ખાનગી લેબને આપવામાં આવી મંજૂરી, જુઓ લિસ્ટ
સરકારે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મળીને કુલ 12 નવી ખાનગી લેબોરેટરીને કોરોના વાયરસ ટેસ્ટની મંજૂરી આપી છે.

નવી દિલ્હીઃ મહામારી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા રોજબરોજ વધી રહી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 415 ને પાર કરી ગઈ છે અને 7 લોકોના મોત થયા છે. કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી સરકાર અનેક પગલા ભરી રહી છે. હવે કોરોનાની તપાસ કરતી લેબની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત 10થી વધારે રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
ગુજરાત સહિત દેશમાં કુલ 12 ખાનગી લેબને મંજૂરી
સરકારે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મળીને કુલ 12 નવી ખાનગી લેબોરેટરીને કોરોના વાયરસ ટેસ્ટની મંજૂરી આપી છે. 12માંથી મહારાષ્ટ્રમાં 5, હરિયાણા અને તમિલનાડુમાં 2-2, દિલ્હી, ગુજરાત અને કર્ણાટકમાં 1-1 લેબને મંજૂરી આપવામાં આવી છે.
કયા રાજ્યમાં ક્યાં આવી છે લેબ
ગુજરાતઃ અમદાવાદમાં આવેલી યુનિપથ સ્પેશિયાલિટી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. આ લેબ 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડન સામે, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આવેલી છે.
દિલ્હીઃ લાલ પેથ લેબ્સ, બ્લોક ઈ, સેક્સન 18, રોહિણી
હરિયાણાઃ (1) સ્ટાન્ડર્ડ લાઇફ સાયન્સિસ, એ-17, સેક્ટર 34, ગુરુગ્રામ (2) એસઆરએલ લિમિટેડ, જીપી 26, સેક્ટર 18, ગુરુગ્રામ
કર્ણાટકઃ ન્યૂબર્ગ આનંદ રેફરન્સ લેબોરેટરી, આનંદ ટાવર, 54, બૌરિંગ હોસ્પિટલ રોડ, બેંગ્લોર
મહારાષ્ટ્રઃ (1) થાયરોકેર ટેકનોલોજીસ લિમિટેડ, ડી37/1, ટીટીસી એમઆઈડીસી, તુર્ભે, નવી મુંબઈ (2) સબઅર્બન ડાયગ્નોસ્ટિક્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, સનશાઈન બિલ્ડિંગ, અંધેરી(વેસ્ટ), મુંબઈ (3) મેટ્રોપોલીસ હેલ્થકેર લિમિટેડ, યુનિટ નંબર 409-416, ચોથા માળે, કોમર્શિયલ બિલ્ડિંગ-1, કોહિનૂર મોલ, મુંબઈ (4) સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર, મોલેક્લુર મેડિસિન, રિલાયન્સ લાઇફ સાયન્સ પ્રા. લિમિટેડ, આર-282, ટીટીસી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, નવી મુંબઈ (5) એસઆરએલ લિમિટેડ, પ્રાઇમ સ્કવેર બિલ્ડિંગ, પ્લોટ નંબર 1, ગાઇવાડી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, એસવી રોડ, ગોરેગાંવ, મુંબઈ
તમિલનાડુઃ (1) ડિપાર્ટમેટ ઓફ ક્લિનિકલ વાયરોલોજી, જીએમસી, વેલ્લોર (2) ડિપાર્ટમેન્ટ ઓફ લેબોરેટરી સર્વિસેઝ, અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ચેન્નઈ
નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણ મુજબ, ટેસ્ટનો મહત્તમ ચાર્જ 4500 રૂપિયાથી વધારે ન હોવો જોઈએ. શંકાસ્પદ દર્દીઓના સ્ક્રીનિંગ ટેસ્ટ માટે 1500 રૂપિયા અને કનફર્મેશન ટેસ્ટ માટે વધારાના 3000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
દિશા નિર્દેશોમાં જણાવવામાં આવ્યા મુજબ, તપાસની ફી સબ્સિડી રેટ પર લઈ જઈ શકાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે, જો કોઈ લેબ આ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સેમ્પલ લેતી વખતે ખૂબ સાવધાની રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. આઈસીએમઆરે કહ્યું, દર્દીના સેમ્પલ લેતી વખતે બાયોસેફ્ટી અને બાયોસિક્યોરિટીની પૂરી ચોકસાઈ રાખવી. આ માટે COVID-19ના દર્દીઓ માટે અગથી સેમ્પલ કલેક્શન સેન્ટર બનાવવાની વાત કરવામાં આવી છે. દર્દીનો ચેપ અન્ય વ્યક્તિને ન લાગે તે માટે ખાનગી લેબોરેટ્રીઝ ઘરેથી પણ સેમ્પલ એકત્ર કરી શકશે.
આ ઉપરાંત ટેસ્ટ કિટ યુએસ એફડીએ માન્યતા ધરાવતી કે યુરોપીય સીઈ પ્રમાણિત હોવી જોઈએ અને તેની સૂચના ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલને હોવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
