શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સંક્રમણથી આ રાજ્યમાં થયા સૌથી વધુ મોત, દેશમાં કુલ મૃત્યુઆંક એક લાખ 39 હજારને પાર
ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 96 લાખ 8 હજાર થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 39 હજાર 700 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મુંબઈ: ભારત કોરોના સંક્રમણ મામલે અમેરિકા બાદ સૌથી પ્રભાવિત થનાર બીજો દેશ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 96 લાખ 8 હજાર થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 39 હજાર 700 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ લોકોના મૃત્યુ થયા છે.
શુક્રવારે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં કોવિડ-19થી સર્વાધિક 47 હજાર 472 દર્દીઓના મોત મહારાષ્ટ્રમાં થયા છે અને સૌથી વધુ 86 હજાર 612 દર્દીઓની સાર પણ મહારાષ્ટ્રમાં ચાલી રહી છે. મહારાષ્ટ્ર બાદ કેરળમાં 61 હજાર અને દિલ્હીમાં 29 હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે.
કોરોના સંક્રમણથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકોના મોત
મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં મૃતકોની સંખ્યા 11 હજાર 821 છે અને દિલ્હીમાં સંક્રમણના કારણે 9 હજાર 424 દર્દીઓના મોત થયા છે. જો કે, સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ મહારાષ્ટ્રમાં 17 લાખના આંકડા સાથે પ્રથમ સ્થાને છે. મહારાષ્ટ્ર બાદ આંધ્ર પ્રદેશમાં 8 લાખ 56 હજાર 320 અને કર્ણાટકમાં 8 લાખ 52 હજાર 584 લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સ્વસ્થ થયેલા નવા રોગીઓમાં 80.19 ટકા 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. સંક્રમણના નાવ કેસમાંથી 75.76 ટકા કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી છે.
દેશમાં છેલ્લા 27 દિવસથી કોરોનાના કેસ 50 હજારથી ઓછા આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 36,652 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 512 લોકોના કોરોનાથી મૃત્યુ થયું હતું. જો કે, રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 42,533 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના કેસ મામલે ભારત દુનિયામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ત્રીજા નંબરે છે. મૃત્યુઆંક મામલે સાતમાં નંબરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion