શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 225 થઈ
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે. અહીં 49 લોકો સંક્રમિત મળી આવ્યા છે.વિશ્વભરમાં બે લાખથી વધુ લોકો કોરોના વાયરસની સંક્રમિત છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 225 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 6700 લોકોની દેખરેખ કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. તમામની ઉંમર 60થી ઉપર હતી. 23 લોકોને સારવાર બાદ રજા આવી દેવામાં આવી છે. 225 લોકોમાં વિદેશી મૂળ 32 નાગરિક છે.
જણાવીએ કે, છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે. અહીં 49 લોકો સંક્રમિત મળી આવ્યા છે. કેરળમાં 26, કર્ણાટકમાં 15, દિલ્હીમાં 16, ઉત્તર પ્રદેશમાં 18, ગુજરાતમાં 7 કેસ પોઝિટિવ આવ્યા છે. 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે.
વિશ્વભરમાં બે લાખથી વધુ લોકો કોરોના વાયરસની સંક્રમિત છે. ન્યૂઝ એજન્સી એએફપીના આંકડા અનુસાર, કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે.
ઇટલીમાં તો ચીનથી પણ વધારી જીવ ગયા છે. ઇટલીમાં 427 અને લોકોના મોતની સાથે આ વિષાણુથી મરનારા લોકોની કુલ સંખ્યા 3405 સુધી પહોંચી ગયો છે. ચીનમાં 3245 લોકોના મોત થયા છે. વિશ્વમાં થનારા કુલ મોતમાંથી અંદાજે 33 ટકા ઇટલીમાં થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement