શોધખોળ કરો

Corona Update: રસી શોધાવા છતાં કોરોનાથી વહેલો છૂટકારો નહીં, જાણો કેટલા વર્ષ સુધી રહેશે

ફાઈઝર સાથે કોરોનાની રસી વિકસાવનારી બાયોએનટેકના સીઈઓ ઉગુર સાહિને જણાવ્યું છે કે કોરોના મહામારીથી દુનિયાને વહેલા છૂટકારો નહીં મળે. આ વાયરસ એક દાયકા સુધી આપણી વચ્ચે રહેશે.

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની ગતિ ધીમી પડી છે. આ દરમિયાન કેટલાક દેશોમાં રસીકરણની શરૂઆત થઈ છે. ભારતમાં પણ ટૂંક સમયમાં કોરોના રસી આપવામાં આવી શકે છે અને આ માટે તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. ફાઈઝર સાથે કોરોનાની રસી વિકસાવનારી બાયોએનટેકના સીઈઓ ઉગુર સાહિને જણાવ્યું છે કે કોરોના મહામારીથી દુનિયાને વહેલા છૂટકારો નહીં મળે. આ વાયરસ એક દાયકા સુધી આપણી વચ્ચે રહેશે. આ સપ્તાહે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ઉગુર સાહિનને આ વાઈરસની ડેડલાઈન સંબંધે સવાલ પૂછાયો હતો. કોરોના વાયરસથી છૂટકારો મેળવી દુનિયામાં ફરીથી ક્યારે જીવન સામાન્ય થશે તેવો સવાલ સાહિનને કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આપણે 'નોર્મલ' એટલે કે 'સામાન્ય જીવન'ની નવી વ્યાખ્યા કરવાની જરૂર છે. આગામી ૧૦ વર્ષ સુધી વાયરસ આપણી સાથે જ રહેશે. બાયોએનટેકની રસી અમેરિકાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝર સાથે વિકસાવવામાં આવી છે અને બ્રિટન અને અમેરિકા સહિત ૪૫થી વધુ દેશોમાં તેના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. સાહિને જણાવ્યું કે, અંદાજે ૬ સપ્તાહના સમયમાં બ્રિટનમાં આવેલા કોરોના વાઈરસના નવા પ્રકાર માટે પણ તેમની રસી એડજસ્ટ થવાની સંભાવના છે. તેમણે ટેક્નોલોજીને ટાંકીને જણાવ્યું કે, મેસેન્જર ટેક્નોલોજીની સુંદરતા એ છે કે આપણે પ્રત્યક્ષ રીતે રસીનું એન્જિનિયરિંગ શરૂ કરી શકીએ છીએ, જે સંપૂર્ણપણે આ નવા મ્યુટેશનની કોપી બનાવી શકે છે. આપણે માત્ર છ સપ્તાહમાં નવી રસી ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. તેમણે જણાવ્યું કે, આપણે સામાન્ય જીવનની વ્યાખ્યા બદલવાની જરૂર છે. નવા પ્રકાર સામે પણ રસી અસરકારક રહેશે. રાશિફળ 27 ડિસેમ્બરઃ મેષ, કન્યા, તુલા રાશિવાળા આજના દિવસે આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ

ટોપ સ્ટોરી

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
Embed widget