COVID 19 Cases In Mumbai: મુંબઈમાં કોરોના વિસ્ફોટ, આજે નોંધાયા 2500થી વધુ કેસ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાના નવા કેસોમાં ખૂબ જ મોટો વધારો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે લગભગ બમણા કેસની પુષ્ટિ થઈ છે.
Coronavirus News Cases In Mumbai: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાના નવા કેસોમાં ખૂબ જ મોટો વધારો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે લગભગ બમણા કેસની પુષ્ટિ થઈ છે. BMC દ્વારા સાંજે લગભગ 7 વાગ્યે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2510 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. બીજી તરફ, મંગળવારે 1377, સોમવારે 809, રવિવારે 922, શનિવારે 757, શુક્રવારે 683 અને ગુરુવારે 602 કેસની પુષ્ટિ થઈ હતી.
કોરોનાની ઝડપને જોતા મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ દિવસે કહ્યું હતું કે, "ગયા અઠવાડિયે દરરોજ 150 કેસ આવતા હતા. હવે લગભગ બે હજાર કેસ સામે આવી રહ્યા છે. મુંબઈમાં આજે રોજના બે હજાર કેસનો આંકડો પાર કરી શકે છે.
બીજી બાજુ, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે રાજ્યમાં કોવિડ-19ના નવા કેસની સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં વધારો થવા પર ચિંતા વ્યક્ત કરી અને તેમણે ડરામણી સ્થિતિ ગણાવી. તેમણે કહ્યું કે છેલ્લા આઠ-દસ દિવસમાં રાજ્યમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પાંચ હજારથી છ હજારની વચ્ચે રહી છે.
રાજેશ ટોપેએ કહ્યું, “મુંબઈમાં દરરોજ 51,000 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ જો 2,200 લોકો સંક્રમિત જોવા મળે છે તો ચેપ દર 4 ટકા છે, જે યોગ્ય નથી. આપણે સતર્ક રહેવું પડશે."
છેલ્લા 17 દિવસમાં દેશમાં કેટલા કેસ નોંધાયા હતા
28 ડિસેમ્બરે 6358 કેસ નોંધાયા હતા. 27 ડિસેમ્બરે 6531 કેસ અને 162 સંક્રમિતોના મોત થયા હતા. 26 ડિસેમ્બરના રોજ 6987 કેસ અને 162 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 25 ડિસેમ્બરે 7189 નવા કેસ અને 387 સંક્રમિતોના નિધન થયા હતા. 24 ડિસેમ્બરે 6650 કેસ અને 374 સંક્રમિતોના મોત થયા હતા. 23 ડિસેમ્બરે 6317 નવા કેસ અને 434 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 22 ડિસેમ્બરે 6317 નવા કેસ 318 સંક્રમિતોના મોત થયા હતા. 21 ડિસેમ્બરે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 143, 15, 35,641 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 64,61,321 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.