શોધખોળ કરો

Coronavirus Updates: દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર, 24 કલાકમાં 601 નવા કેસ નોંધાયા, કુલ 75નાં મોત

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર સંક્રમિત લોકોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગઈ છે.

નવી દિલ્હી:  ભારતમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને  3072 પર પહોંચી છે. જ્યારે  અત્યાર સુધીમાં 75 લોકોનાં મોત થયા છે.  213 લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. ગઈકાલે 12 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 601 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા કોરોના સંક્રમિત દર્દીઓનો સર્વાધિક આંકડો છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કેટલાક મામલામાંથી 1023 કેસ એટલે કે 30 ટકા કેસ તબ્લીગી જમાત સાથે જોડાયેલા છે. તબ્લીગી જમાત સાથે જોડાયેલા 22 હજાર જેટલા લોકોને ક્વોરન્ટાઈ કરવામાં આવ્યા છે.
કયા રાજ્યમાં કેટલા મોત ? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડના અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 19 લોકોનાં મોત થયા છે. જ્યારે બીજા નંબરે ગુજરાત છે. અહીં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. તે સિવાય તેલંગણામાં 7, દિલ્હીમાં 6, પંજાબમાં 5, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં 3-3, ઉત્તર પ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં 2-2 અને આંધ્રપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં 1-1 મોત થઈ છે. અત્યાર સુધી દેશમાં કુલ 75 હજાર ટેસ્ટ થઈ ચૂક્યા છે. દેશમાં 182 લેબમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે દરરોજ લગભગ હજાર ટેસ્ટ થઈ રહ્યાં છે. સુત્રોની જાણકારી મુજબ કોવિડ19 કેસનો અંત એપ્રિલના અંત અને મેના પ્રથમ સપ્તાહ સુધીમા આવી શકે છે. આશા કરવામાં આવી રહી છે કે ભારતમાં આંકડો યૂરોપ અથવા અન્ય દેશોની જેમ ખૂબ વધારે જવાની સંભાવના નથી. ગૃહમંત્રાલયે કાલે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ (SDRMF)થી રાજ્યોને 11,092 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેથી ક્વોરન્ટાઈન અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા સરળતાથી કરી શકાય. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિવેદન અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોને SDRMF હેઠળ રૂપિયા ફાળવ્યા છે. જેનાથી ક્વારેન્ટીન સેન્ટર, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ, લેબોરેટરી તથા પર્સનલ ઈક્વિપમેન્ટ ખરીદવામાં મદદ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget