શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Corona સામે ભારતના જંગની WHOએ કરી પ્રશંસા, કહ્યું- ભારત પાસે બે વૈશ્વિક મહામારી સામે લડવાનો અનુભવ છે ને હવે......
ભારતમાં વસતિ ખૂબ વધારે છે અને આ વાયરસ ભવિષ્યમાં વધારે વસતિ ધરાવતાં દેશોમાં ખૂબ ઝડપથી પ્રસરી શકે છે.
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ભારતના કોરોના વાયરસ સામે લડવાના પ્રયત્નની પ્રશંસા કરવામાં આવી છે. WHOના કાર્યકારી નિર્દેશક માઈકલ જે રયાને મંગળવારે કહ્યું, કોરોના વાયરસ અને તેનાથી પેદા થનારી બીમારીનો સામનો કરવા ભારત પાસે શાનદાર ક્ષમતા છે. ભારત પાસે બે વૈશ્વિક મહામારી – શીતળા અને પોલિયો સામે લડવાનો અનુભવ છે.
COVID19 નામની વૈશ્વિક મહામારીના સંદર્ભમાં દૈનિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન માઇકલ રયાને કહ્યું, જ્યાં જ્યાં વસતી વધી રહી છે ત્યાં લેબોરેટરીના સંખ્યા વધારવાની જરૂર છે. ભારતમાં વસતિ ખૂબ વધારે છે અને આ વાયરસ ભવિષ્યમાં વધારે વસતિ ધરાવતાં દેશોમાં ખૂબ ઝડપથી પ્રસરી શકે છે. પરંતુ ભારતે બે વૈશ્વિક મહામારી- શીતળા અને પોલિયોને નાથવા મુદ્દે વિશ્વનું નેતૃત્વ કર્યુ હતું. તેની પાસે અસાધારણ ક્ષમતા છે.
તેમણે કહ્યું, કોઈપણ કામ આસાન નથી હોતું. ભારત જેવા દેશે ભૂતકાળમાં મહામારીને નાથવા જે પ્રયત્નો કર્યા હતા તેમ કરીને હાલ વિશ્વને રસ્તો બતાવી શકે છે.
WHO મુજબ વિશ્વભરમાં હાલ કોરોના વાયરસના 3,30,000થી વધારે દર્દીઓ છે, અને 14,000થી વધું લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion