શોધખોળ કરો
Advertisement
COVID 19: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- છેલ્લા 24 કલાકમાં 354 નવા કેસ, સંક્રમિત દર્દીની સંખ્યા 4421 થઈ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 4421 કેસની પુષ્ટી થઈ છે. 117 દર્દીઓના મોત થયા છે અને 326 લોકો સાજા થયા છે.
નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 354 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે આઠ લોકોના મોત થયા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 4421 કેસની પુષ્ટી થઈ છે. 117 દર્દીઓના મોત થયા છે અને 326 લોકો સાજા થયા છે.
લોકડાઉન વધારવામાં આવશે કે નહી? તેને લઈને યોગ્ય સમય પર સરકાર નિર્ણય કરશે. અત્યારે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું આઈસીએમઆરએ પોતાના અધ્યયનમાં સ્પષ્ટ કર્યુ છે કે કોવિડ 19 નો એક દર્દી જો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે તો તે 30 દિવસમાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે.
લવ અગ્રવાલે કહ્યું કે ભારતીય રેલવેએ 2,500 કોચમાં 40,000 આઇસોલેશન બેડ બનાવ્યા છે. તે દરરોજ 375 આઇસોલેશન બેડ બનાવી રહ્યા છે અને આ દેશભરમાં 133 સ્થળો પર ચાલી રહ્યું છે.
ICMR ના આર.ગંગાખેડકરએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 107006 ટેસ્ટ થઈ ચૂક્યા છે. ગત દિવસોમાં 11795 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 2530 ટેસ્ટ પ્રાઈવેટ હોસ્પિટલમાં થયા. હાલ 136 સરકારી લેબ કામ કરી રહી છે અને 59 પ્રાઈવેટ લેબને પરવાનગી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement