દેશમાં કોરોના સામે લડવા હવે આ વિદેશી રસીને બૂસ્ટર ડૉઝ તરીકે અપાશે, સરકારે લીધો મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે એ લોકો માટો ત્રીજા ડૉઝને લઇને કન્ફ્યૂઝન હતુ, જેમને સ્પૂતનિક વી વેક્સીન લીધી હતી,
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ મામલે એકવાર ફરીથી ચિંતા વધી રહી છે. આ પછી ઝડપી વેક્સિનેશન પર જોર આપવામાં આવી રહ્યું છે. હવે સ્પૂતનિક વી વેક્સીનને લઇને નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગૃપે એક ફેંસલો કર્યો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાની પ્રિકૉશન ડૉઝ તરીકે સ્પૂતનિક વીને લેવામાં આવી શકે છે. પરંતુ જે પહેલાવાળો ડૉઝ લેવામાં આવ્યો હતો, તેને જ ત્રીજા ડૉઝ તરીકે ઉપયોગ કરવામા આવશે, એટલે કે જે લોકોએ સ્પૂતનિક વીનો ડૉઝ લીધો છે, તેમને ત્રીજો ડૉઝ લગાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે એ લોકો માટો ત્રીજા ડૉઝને લઇને કન્ફ્યૂઝન હતુ, જેમને સ્પૂતનિક વી વેક્સીન લીધી હતી, કેમ કે કૉવિડ એપ પર પ્રીકૉશન ડૉઝ માટે સ્પૂતનિક વીનો વિકલ્પ ન હતો દેખાતો, જેનાતી તે લાખો લોકોને ત્રીજો ડૉઝ લેવામાં પરેશાની થઇ રહી હતી, જેમને ગયા વર્ષે રશિયન વેક્સીન સ્પૂતનિક વીના બન્ને ડૉઝ લીધા હતા, કેમ કે સ્પૂતનિક વીના બે ડૉઝની વચ્ચેનુ અંતર લગભગ 30 દિવસનુ હતુ. એટલા માટે લોકોએ એકજ મહિનામાં અંતરાલમાં લઇ લીધા હતા.
બતાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોરોનાનો બીજો અને ત્રીજા ડૉઝનુ અંતર ઓછુ કરવા પર કોઇ ફેંસલો નથી લેવામાં આવ્યો. પહેલા બતાવવામાં આવી રહ્યું હતુ કે બૂસ્ટર ડૉઝ લેવાની વચ્ચેનુ અંતર ઓછુ કરવામાં આવી શકે ચછે કેમ કે સરકારે પહેલા નિર્દેશ આપ્યો હતો કે 9 મહિનામના અંતરાલમાં કોરોનાના ત્રીજો ડૉઝ લઇ શકાય છે, જોકે તે ખુબ લાંબુ અંતર હતુ. આને ઓછુ કરવાને લઇને તમામ એક્સપર્ટ માંગ કરી રહ્યાં હતા. સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ પણ અંતર ઓછુ કરવાનો પ્રસ્તાવ સરકારને આપ્યો હતો, જેમાં બન્ને વેક્સીન ડૉઝની વચ્ચેનુ અંતર 9 મહિનાથી 6 મહિના કરવાની વાત કહેવામાં આવી હતી.
આ પણ વાંચો.........
Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો
Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા
Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા