(Source: ECI/ABP News/ABP Majha)
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડે કે નહીં? જાણો મોદી સરકારે લીધો મોટો નિર્ણય
કેસોમાં ઘટાડો આવતા કેન્દ્ર સરકારે છુટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. સરકારે મંગળવારનાં રોજ ટેસ્ટિંગ અંગે જોડાયેલી કેટલીક શરતોમાં ફેરફાર કર્યા હતા, આમાં RT-PCR ટેસ્ટ અંગે મોટો નિર્ણય લેવામા આવ્યો હતો.
નવી દિલ્હીઃ દેશમાં બીજી લહેર હવે ધીમે ધીમે ઓછી થતી હોય એવુ લાગી રહ્યું છે, દરેક રાજ્યો દાવો કરી રહ્યાં છે કે તેમના રાજ્યોમાં કૉવિડ-19 દર્દીઓના દૈનિકો કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. બીજી લહેરમાં 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં હવે કેસોમાં ઘટાડો આવતા કેન્દ્ર સરકારે છુટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. સરકારે મંગળવારનાં રોજ ટેસ્ટિંગ અંગે જોડાયેલી કેટલીક શરતોમાં ફેરફાર કર્યા હતા, આમાં RT-PCR ટેસ્ટ અંગે મોટો નિર્ણય લેવામા આવ્યો હતો.
સરકારે જાહેરાત કરી છે કે, હવે એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે નહીં. અગાઉ કૉવિડ-19ના કેસો વધવાના કારણે મોટાભાગના રાજ્યોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો હતો. જો વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ હશે તો જ એને પ્રવેશ આપવામાં આવે એવા નિયમો પણ લાદી દેવામાં આવ્યા હતા. સાથે જો દર્દીને 5 દિવસથી વધારે તાવ ન આવતો હોય તો તેને RT-PCR ટેસ્ટ કરવવાની જરૂર રહેતી નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની પરિસ્થિતિ અંગે પણ જાણકારી આપતા કહ્યું કે, રિક્વરી વધી રહી છે, દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આન્ધ્ર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંડીગઢ, લદ્દાખ, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને અંદામાન-નિકોબારમાં નવા સંક્રમિતો કરતા રિકવર થનારા લોકોની સંખ્યા વધી રહી છે. વળી, દેશના કેટલાક રાજ્યોમાં હજુપણ સંક્રમત વધી રહ્યું છે, જેમાં કર્નાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પંજાબ, આસામ, જમ્મુ-કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડ્ડુચેરી, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ સામેલ છે. આ રાજ્યોમાં હજુ પણ કોરોનાએ કેર વર્તાવવાનુ ચાલુ રાખ્યુ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ....
છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.29 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,877
છેલ્લાં 24 કલાકમાં કુલ સાજા થયા: 3.55 લાખ
અત્યાર સુધીમાં કુલ કેસ: 2.29 કરોડ
અત્યાર સુધી સાજા થયા: 1.90 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.50 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 37.10 લાખ