શોધખોળ કરો

Omicron Cases in India: ઓમિક્રોન સામેની લડાઈમાં શું કરવું અને શું નહી, કેંદ્રએ રાજ્યોને આપી સલાહ

ભારતમાં 31 ડિસેમ્બરે 16,764 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 70 દિવસમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

Covid 19 Spike on Dec 31: ભારતમાં 31 ડિસેમ્બરે 16,764 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 70 દિવસમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસ અને ઓમિક્રોનના કેસોમાં વધારો થયા બાદ આજે આરોગ્ય સચિવે ફરી એકવાર રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને તૈયારી વધારવા માટે કહ્યું છે. પત્રમાં તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના માળખાને અપડેટ કરવાની સલાહ આપી છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે રાજ્યોને એક પત્ર લખીને તેમને અસ્થાયી હોસ્પિટલો સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઇસોલેશનમાં દર્દીઓની દેખરેખ માટે વિશેષ ટીમોની રચના કરવા જણાવ્યું હતું. કેન્દ્રએ રાજ્યોને દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ બનાવવાની સલાહ પણ આપી છે. આ સાથે આઈસોલેશન બેડ અને ફિલ્ડ હોસ્પિટલ, આઈસીયુ બેડ, પીડિયાટ્રીક સેન્ટર ઓફ એક્સેલન્સ, ઓક્સિજનની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ, દવાઓ, માનવ સંસાધન અને ટેલી-કન્સલ્ટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અસ્થાયી હોસ્પિટલો  બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા અને હોમ આઈસોલેશન (Home isolation)માં રહેતા દર્દીઓ પર નજર રાખવા માટે વિશેષ ટીમો (Special teams) બનાવવા માટે સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ (Union Health Secretary)રાજેશ ભૂષણે શનિવારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કહ્યું છે કે કોરોનાના કેસ વધવાથી આરોગ્ય માળખાને અપગ્રેડ કરવાની જરૂર છે. આ સાથે તમામ રાજ્યોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જિલ્લા સ્તરે અથવા સ્થાનિક સ્તરે કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં.

આરોગ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા રાજ્યોને આરોગ્ય સુવિધાઓ વધારવા અને હંગામી હોસ્પિટલોનું નિર્માણ શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. જે ડીઆરડીઓ અને સીએસઆઈઆર તેમજ ખાનગી ક્ષેત્રો, એનજીઓ સાથે મળીને કરી શકાય છે. મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોઈ શકે છે. તેથી એવા કેસોને અસરકારક રીતે અનુસરવાની જરૂર પડશે. તેમજ આવા દર્દીઓની તબિયત બગડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા થવી જોઈએ.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે કંટ્રોલ રૂમ જિલ્લા સ્તરે અથવા પેટા જિલ્લા/વોર્ડ સ્તરે કાર્યરત છે. પરીક્ષણ, એમ્બ્યુલન્સ અને હોસ્પિટલની ઍક્સેસ માટે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત સિસ્ટમ સ્થાપિત કરવાની અને મોટા પ્રમાણમાં લોકોને જાણ કરવાની જરૂર છે. તેમજ નાગરિકો એમ્બ્યુલન્સને ફોન કરી રીસીવ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે. આ કોલ સેન્ટર ઉપરાંત, જિલ્લા અથવા રાજ્ય સ્તરના ડેશબોર્ડ્સ/પોર્ટલ તેને ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
Embed widget