કોરોના પોઝિટિવ આવો તો હોમ આઈસોલેશનમાં શું કરવું અને શું ન કરવું ? જાણો નિષ્ણાંતો શું કહે છે....
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ભારત સરકાર પ્રમાણે જો કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો દર્દીને ઘરે જ સારવાર લેવી યોગ્ય રહેશે.
જો તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ કોવિડ 19 પોઝિટિવ આવ્યા હોય તો તેને હોમ કોરેન્ટાઈન રહેવા માટે કહેવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ભારત સરકાર પ્રમાણે જો કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો દર્દીને ઘરે જ સારવાર લેવી યોગ્ય રહેશે. માટે અમે તમને અહીં કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે જે તમને ઘરે સારવારમાં મદદ કરશે. ડોક્ટર તમને દવા આપશે જેથી લક્ષણ મેનેજ થઈ જશે અને ઠીક થવામાં ફાયદો થશે. તો અમે તમને અહીં એ વિગતો જણાવી રહ્યા છી જેણાં તમે કઈ રીતે ખુદને અને બીજાને સુરક્ષિત રાખી શકાય.
જો તમારામાં કોરોનાના લક્ષણ હોય તો શું કરશો ?
- ખુદને આઈસોલેટ કરી લો જેમાં રૂમમાં અલગથી વોશરૂમ હોય.
- RT-PCR ટેસ્ટ કરાવો.
- ઘરમાં જ રહો. સામાન્ય લક્ષણ હોય તો ઘરે જ રિકવર થઈ જાય છે. આ સમયે ડોક્ટર સાથે સંપર્કમાં રહેવું.
- જો કોરોના લક્ષણો વધી રહ્યા છે એવું લાગે જેમ કે શ્વાસ લેવામાં તકલીફ તો ડોક્ટને કોલ કરીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ જાવ.
- સર્જિકલ અથવા ત્રણ લેયર કપડાનું માસ્ક પહેરો. જે તમારા નાક, ગળા અને મોઢાને ઢાંકે એ રીતે પહેરવું. એન 95 સૌથી સારું હોવાનું કહેવાય છે.
- ઉધરશ કે છીંક ખાતા સમયે મોઢા આગળ કપડું રાખો.
- વારંવાર હાથ સાબુથી ધોતા રહો અથવા સેનેટાઈઝ કરતા રહો.
- ખૂબ પાણી પીવું, આરમ કરવો, સાદું અને પચવામાં હળવું હોય એવું ભોજન લેવું.
- ઓક્સિમીટર દ્વારા તમારા પલ્સ અને ઓક્સિજન લેવલ તપાસતા રહેવું અને ડોક્ટર સાથે સંપર્કમાં રહેવું. જો ઓક્સિજન લેવલ 95થી નીચે જાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો.
- થોડા થોડા સમયે ઉંધા પેટ પર વજન આવે એ રીતે ઉંઘવું અને ઉંડા શ્વાસ લેવાની એક્સરસાઈઝ કરવી. જોકે ભોજન લીધા બાદ આ ન કરવું જોઈએ.
જો તમારામાં કોરોનાના લક્ષણ હોય તો શું ન કરવું ?
- કોઈ સાથે ટોઈલેટ, વાસણ કે ભોજન શેર ન કરવાં.
- પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી, શેરિંગ રાઈડ ટાળવી.
- ઘરમાંથી બહાર ન નીકળવું. મેડિકલ માટે જરૂરી હોય ત્યારે જ નીકળવું.
- જાહેર સ્થળની મુલાકાત ન લેવી.
- ડોક્ટરની સલાહ વગર જાતે જ કોઈપણ સ્ટિરોઈડ, રેમડેસિવિર જેવી દવા ન લેવી જોઈએ.
જો કોરોના પોઝિટિવ આવો તો શું કરશો ?
- RT-PCR ટેસ્ટનો રિપોર્ટ લઈને ડોક્ટરની અપોઈન્ટમેન્ટ લેવી અને તેની સલાહ લેવી.
- ઘરમાં જ રહેવું.
- તમારા લક્ષણો પર ધ્યાન રાખો. જો તબિયત વઘારે બગડે તો ડોક્ટરની સલાહ લો.
- તમારા સંપર્કમાં આવેલ લોકોને તમે પોઝિટિવ આવ્યા છો તેની જાણ કરો.
- ખુદને અટેચ્ડ બાથરૂમ હોય તેવા રૂમમાં આઈસોલેટ કરી લો.
- આરામ કરો, ખૂબ પાણી પીવો, હળવું અને સુપાચ્ય ભોજન લો.
- કોરોના ગાઈડલાઈનનું પાલન કરો – માસ્ક, સેનેટાઈઝર, હાથ ધોવા, સામાજિક અંતર, ભીડભાડવાળી જગ્યાએ ન જવું.
- જ્યાં વધારે લોકો અડતા હોય એવી જગ્યાને વારંવાર સાફ કરો, જેમ કે કીમોટ કન્ટ્રોલ, ટેબલેટ્સ્, ટેબલ. આ વસ્તુને સેનેટાઈઝ કરવી અને ડિસઇન્ફેક્શન લિક્વીડથી સાફ કરવું.
- ઓક્સિમીટર દ્વારા તમારા પલ્સ અને ઓક્સિજન લેવલ તપાસતા રહેવું અને ડોક્ટર સાથે સંપર્કમાં રહેવું. જો ઓક્સિજન લેવલ 95થી નીચે જાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો.
- થોડા થોડા સમયે ઉંધા પેટ પર વજન આવે એ રીતે ઉંઘવું અને ઉંડા શ્વાસ લેવાની એક્સરસાઈઝ કરવી. જોકે ભોજન લીધા બાદ આ ન કરવું જોઈએ.
- ઉધરશ કે છીંક ખાતા સમયે મોઢા આગળ કપડું રાખો.
- ઉપયોગમાં લીધેલ ટિસ્યૂને ફેંકી દેવા.
- હાથને વારંવાર સાબુ અને પાણીથી 20 સેકન્ડ સુધી ધોવા.
- જો સાબુ અને પાણી ન હોય તો સારી ગુણવત્તાના સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.
જો કોરોના પોઝિટિવ આવો તો શું ન કરવું ?
- પર્સનલ વસ્તુઓ શેર કરવાનું ટાળો. જેમ કેમ વાસણ, ટાવલ, બેડ, ભોજન, ટોઈલેટ વગેરે.
- જાતે જ કોઈપણ સ્ટિરોઈડ, રેમડેસિવિર જેવી દવા ન લેવી.
- જાહેર સ્થળ પર ન જવું જેમ કે સ્કૂલ, થીયેટર, રેસ્ટોરન્ટ વગેરે.
- પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી, રાઈડ શેરિંગનો ઉપયોગ ટાળવો.
- મેડિકલ જરૂરિયા ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું.
કોરોનાના લક્ષણ હોય તો આઈસોલેશનમાંથી બહાર ક્યારે આવવું ?
- જો તમારામાં કોરોના લક્ષણ હોય, પરંતુ કન્ફર્મ ન હોય.
- કોરોના લક્ષણ જણાયાના 10 દિવસ થઈ ગયા હોય.
- પેરાસિટામોલ વગર 24 કલાક સુધી તાવ આવ્યો ન હોય.
- કોરોના લક્ષણોમાં સુધારો આવતો હોય ત્યારે
- સ્વાદ અને સુગંધની પરખ આવતા સાત દિવસનો સમય લાગે છે. તેના કારણે આઈસોલેશનમાં રહેવું જરૂરી નથી.
કોરોના પોઝિટિવ આવ્યા હોય તો આઈસોલેશનમાંથી બહાર ક્યારે આવવું ?
- જો તમારા કોરોનાના કોઈપણ લક્ષણ ન હોય તો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 10 દિવસ બાદ આઈસોલેશનમાં બહાર આવી શકાય છે.
- જો તમારા ડોક્ટર આઈસોલેશનમાંથી બહાર આવતા પહેલા ટેસ્ટ કરવાની સલાહ આપે તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.