શોધખોળ કરો
Advertisement
કોરોનાના વેક્સિનેશન માટે આ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવતા પહેલા ચેતજો, જાણો શું છે મામલો
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ વેક્સિનેટ થયા બાદ હવે ભારતમાં કોરોના વેક્સિનનનો બીજો તબક્કો શરૂ થયો છે. વેક્સિન માટે આપે એપ ડાઉનલોડ કરીને તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કે હાલ સોશિયલ મીડિયા પર એક એપ વાયરલ થઇ છે. જે ફેક છે.
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ વેક્સિનેટ થયા બાદ હવે ભારતમાં કોરોના વેક્સિનનનો બીજો તબક્કો શરૂ થયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પિડાતા લોકોને વેક્સિન અપાશે. વેક્સિનેશન માટે એપ પર રજિસ્ટ્રેશન કરાવતા પહેલા ચેતજો. હાલ સોશિયલ મીડિયા પર એક ફેક એપની માહિતી વાયરલ થઇ રહી છે.
સોશિયલ મીડિયા પર હાલ કોરોનાના રસી માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે #covid19 નામની એપની માહિતી વાયરલ થઇ રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, #covid19ની એપ પર રજિસ્ટ્રેશન કરાવવાથી આપ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો. જો કે વાયરલ એપ મુદ્દે ચકાસણી કરતા જાણવા મળ્યું છે કે, #covid19ના નામે વાયરલ આ એપ ફેક છે, કોરોના વેક્સિનેશન માટે #covid19 નામની કોઇ એપ છે નથી. રજિસ્ટ્રેશન Aarogya Setu અથવા Cowin.gov.in વેબસાઇટ પર કરી શકો છો.
આરોગ્ય મંત્રાલયે એવી માહિતી શેર કરી છે કે રસી નોંધણી માટે કોઈ આ પ્રકારની એપ નથી. , પ્લે સ્ટોર પર કોવિન નામની જે એપ્લિકેશન છે. તે ઓફિશિયલ ઉપયોગ માટે છે. આરોગ્ય મંત્રાલયે પોતાના ટ્વિટમાં માહિતી આપી છે કે, 'કોવિડ -19ના રસીકરણ માટે નોંધણી CoWIN પોર્ટલ cowin.gov.in એપ પરથી કરી શકાય છે. નોંધણી માટે કોઈ કોવિન એપ્લિકેશન નથી. પ્લે સ્ટોર પર એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર માટે જ છે.A website 'https://t.co/OgopT8KLTf' is impersonating the official #CoWIN website & is asking users to register for #COVID19 vaccination using mobile number.#PIBFactCheck: This is a FAKE website. Follow @MoHFW_INDIA for official information related to Covid vaccination drive. pic.twitter.com/Ul4DDCiI4R
— PIB Fact Check (@PIBFactCheck) February 27, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement