![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના સામાન્ય ફ્લૂ છે, વેક્સિનની જરૂર નથી,PM મોદી નામે કરાયેલા દાવા અંગે સરકારે શું કરી સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર કોવિડની બીમારી અને વેક્સિનેશન મુદ્દે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વેક્સિનેશન વિશે શું દાવો કરવામાં આવી રહ્યો છે જાણીએ
![કોરોના સામાન્ય ફ્લૂ છે, વેક્સિનની જરૂર નથી,PM મોદી નામે કરાયેલા દાવા અંગે સરકારે શું કરી સ્પષ્ટતા Covid is common flue no need to vaccination what is truth about viral video કોરોના સામાન્ય ફ્લૂ છે, વેક્સિનની જરૂર નથી,PM મોદી નામે કરાયેલા દાવા અંગે સરકારે શું કરી સ્પષ્ટતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/25/d29d7ed698efa1cc0864afa9507d49fa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fact check:કોરોનાની મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર કોવિડ-19ને લઇને અનેક પોસ્ટ વાયરલ થતી રહે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કોવિડને માત્ર સામાન્ય ફ્લૂ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
કોરોનાની મહામારીમાં કોવિડની વેક્સિનથી માંડીને તેના ઇલાજ અને વાયરસના સંક્રમણ ફેલવવાના મુદ્દે અનેક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોવિડ માત્ર એક સામાન્ય ફ્લૂ છે, જેના માટે વેક્સિનેશન જરૂરી નથી.
વાયરલ વીડિયોમાં શું થઇ રહ્યો દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોરોના વાયરસ ઘાતક નથી. તે માત્ર એક સામાન્ય ફ્લૂ છે. જેથી કોવિડની વેક્સિન લેવાની જરૂર નથી., કોવિડ એક સામાન્ય ફ્લૂ હોવાથી માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની કે માસ્ક પહેરવાની જરૂર નથી. આ વેક્સિનથી જેટલા લોકો મરી રહ્યાં કોવિડની નથી મરતા. ખુદ પ્રધાનમંત્રીએ લાલકિલો પરથી કહ્યું કે, આ બીમારીથી મરનારની સંખ્યા 10 લાખમાંથી માત્ર 84 છે. કોવિડ ફ્લૂથી પણ સામાન્ય સામાન્ય બીમારી છે”
#WhatsApp पर वायरल एक वीडियो में एक व्यक्ति द्वारा कोरोना महामारी और वैक्सीन से जुड़े कई भ्रामक दावे किए गए हैं। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) July 22, 2021
ऐसी किसी अस्पष्ट सूचना/ व्हाट्सएप फॉरवर्ड को शेयर ना करें।
▶️मास्क ज़रूर पहने।
▶️कोविड अनुरूप व्यवहारों का पालन करें।
▶️टीकाकरण अवश्य कराएं। pic.twitter.com/wQN4IVHNul
શું છે વાયરલ વીડિયોનું સત્ય
સોશિયલ મીડિયા પર વાયરલ આવા વીડિયોને ભારત સરકારની વેબસાઇટ પ્રેસ ઇન્ફર્મશન બ્યુરોની ફેકચેક ટીમ ચેક કરે છે. આવી સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં સત્ય કેટલું છે તે જાણવા માટે તપાસ કરે છે. તો આ મામલે પણ ફેકચેક ટીમે તથ્યોને જાણીને ખુલાસો કર્યો છે કે, આ વીડિયો તદન ગલત છે. કોરોના વાયરસના સંક્રમણથી થતી બીમારી સામાન્ય ફ્લૂ નથી. જો યોગ્ય સાવધાનીના પગલા ન લેવામાં આવે તો તેનાથી મોત પણ થઇ શકે છે. એકસપર્ટના મત મુજબ કોવિડના સંક્રમણથી બચવા માટે વેક્સિનેશન જ એક સરળ રસ્તો છે. તો સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો સંપૂર્ણ ફેક છે અને તેના પર વિશ્વાસ કરીને ન અનુસરવા માટે અનુરોધ કર્યો છે.
ભારત સરકારની પોર્ટલની આ ફેકચેર ટીમે મહામારીના સમયમાં લોકોને આવી ખોટી માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવા અનુરોધ કર્યો છે. તેમજ લોકોને પણ એક્સપર્ટના મત જાણ્યા વિના સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર વિશ્વાસ કરવા અને આવી પોસ્ટને શેર કરીને ખોટી અફવા ન ફેલાવવા અનુરોધ કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)