Covid19: કોરોના સારવારની પ્રોટોકોલમાંથી હટાવાઇ 9 દવાઓ, એન્ટિબાયોટિક માટે પણ રખાઇ શર્ત, AIIMS અને ICMRએ સાથે મળી કર્યુ સંશોધન
કોરોનાની સારવારમાં સામેલ નવ દવાઓને પ્રોટોકોલમાંથી હટાવી દેવામાં આવી છે
કોરોનાની સારવારમાં સામેલ નવ દવાઓને પ્રોટોકોલમાંથી હટાવી દેવામાં આવી છે. જેમાં એઝિથ્રોમાઇસિન, ડોક્સીસાઇક્લિન, મોનોક્લોનલ એન્ટિબોડીઝ અને આઇવરમેક્ટીન દવાઓનો સમાવેશ થાય છે, જે ત્રણ વર્ષથી કોરોનાની સારવારમાં સામેલ હતી, જેના પર હવે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એટલું જ નહીં, સરકારે કોરોના દર્દીઓ માટે એન્ટિબાયોટિક્સના ઉપયોગને લઈને પણ શરત મૂકી છે. જ્યાં સુધી બેક્ટેરિયમની ક્લિનિકલ શંકા ન હોય ત્યાં સુધી ડૉક્ટરોને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવાનું કહેવામાં આવ્યું છે. માહિતી અનુસાર, નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)એ સંયુક્ત રીતે સંશોધિત સારવાર પ્રોટોકોલ તૈયાર કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રોટોકોલને રાજ્યના આરોગ્ય વિભાગો સાથે શેર કર્યા છે અને તેના આધારે સારવાર કરવાની સૂચના આપી છે.
પ્રોટોકોલમાં કોરોના દર્દીઓને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જે દર્દીઓમાં સંક્રમણના હળવા લક્ષણો છે તેઓને હોમ આઇસોલેશન સિવાય ઉચ્ચ જોખમની પરિસ્થિતિઓ વિશે જાણ કરવામાં આવી છે. બીજી કેટેગરીમાં મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓ છે જેમને સ્ટીરોઈડ ધરાવતી દવાઓનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવી છે. દર્દીની સ્થિતિ વધુ ખરાબ થાય તો જ HR CT કરી શકાય છે.
દર 24 થી 48 કલાક વચ્ચે સીઆરપી, એલએફટી, કેએફટી અને ડી ડિમર જેવા બ્લડ પેરામીટરનું નિરીક્ષણ કરવું જરૂરી છે. ત્રીજી કેટેગરીમાં, ગંભીર દર્દીઓને રાખવામાં આવ્યા છે, જેમના માટે ડેક્સામેથાસોનનો દિવસ દીઠ છ મિલિગ્રામ ડોઝ નક્કી કરવામાં આવ્યો છે. પ્રોટોકોલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સ્ટીરોઈડ યુક્ત દવાઓનું સેવન દર્દીને કોરોના સિવાય અન્ય ચેપ પણ આપી શકે છે, જે તેના જીવન માટે જોખમ બની શકે છે.
Remdesivir-Tocilizumab સંબંધિત વિશેષ સાવચેતીઓ
નવો પ્રોટોકોલ સલાહ આપે છે કે કોરોના દર્દીઓમાં દવા Remdesivir અને Tocilizumab પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ દવા બધા દર્દીઓને ન આપવી જોઈએ. આ દવાઓ તેમની ઉચ્ચ આડઅસરને કારણે માત્ર અમુક તબીબી પરિસ્થિતિઓમાં જ આપી શકાય છે.
Coronavirus: ભારતમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ, છેલ્લા 24 કલાકમાં 2151 નવા કેસ નોંધાયા, છ મહીનામાં સૌથી વધુ
નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 2151 નવા કેસ નોંધાયા છે. ગયા વર્ષે ઓક્ટોબર પછી એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કોરોના કેસ છે. આ પહેલા ગયા વર્ષે 28 ઓક્ટોબરે દેશમાં એક જ દિવસમાં 2208 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલે એટલે કે મંગળવારે દેશમાં કોરોનાના 1573 દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે, દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી કોરોના દર્દીઓની સંખ્યા વધીને 44,709,676 થઈ ગઈ છે. હાલમાં, એક્ટિવ કોવિડ-19 દર્દીઓની સંખ્યા 11,903 છે, જે કુલ કેસના 0.03 ટકા છે