શોધખોળ કરો
કેટલા રૂપિયામાં સીરમ ઈન્સ્ટિટ્યુટ સરકારને આપશે 'કોવિશિલ્ડ' વેક્સિન, જાણો બજારમાં શું હશે કિંમત ?
ડીસીજીઆઈએ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની વેક્સિન કોવિશીલ્ડને ઈમજરન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. તેને લઈને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
![કેટલા રૂપિયામાં સીરમ ઈન્સ્ટિટ્યુટ સરકારને આપશે 'કોવિશિલ્ડ' વેક્સિન, જાણો બજારમાં શું હશે કિંમત ? covishield vaccine price serum institute of india adar poonawalla talks with abp news કેટલા રૂપિયામાં સીરમ ઈન્સ્ટિટ્યુટ સરકારને આપશે 'કોવિશિલ્ડ' વેક્સિન, જાણો બજારમાં શું હશે કિંમત ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/04030741/covishield.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોવિશિલ્ડ વેક્સિન
નવી દિલ્હી: ડીસીજીઆઈએ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની વેક્સિન કોવિશીલ્ડને ઈમજરન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. તેને લઈને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું વેક્સિન એકદમ સુરક્ષિત છે. જ્યારે તેની કિંમતને લઈને તેમણે કહ્યું પ્રથમ 100 મિલિયન ડોઝ ભારત સરકારને આપવામાં આવશે, જેની કિંમત 200 રૂપિયા હશે. ત્યારબાદ જ્યારે પ્રાઈવેટ માર્કેટ માટે મંજૂરી મળશે ત્યારે તે એક હજાર રૂપિયામાં વહેંચવામાં આવશે.
વેક્સિન કેટલી સુરક્ષિત છે ?
તેના જવાબમાં અદાર પૂનાવાલાએ કહ્યું કે તેના 50 મિલિયન ડોઝ તૈયાર છે. ઓક્સફોર્ડના સૌથી હોંશિયાર વૈજ્ઞાનિકોએ આ વેક્સિનને બનાવી છે. તમામ તપાસ બાદ અમને ડેટા મળ્યો છે. ડીસીજીઆઈએ ખૂબ જ એનાલિસિસ કર્યું છે. યૂકેની સરકારે પણ મંજૂરી આપી છે. જેટલી સેફ્ટી બની શકે એટલું અમે કર્યું છે.
વેક્સિનના સાઈફ ઈફેક્ટ શું છે ?
અદાર પૂનાવાલાએ કહ્યું કે થોડા ઘણા સાઈડ ઈફેક્ટ નોર્મલ છે. સમાન્ય માથું દુખવું, સામન્ય તાવ એક બે દિવસ માટે હોય છે. આ પેરાસિટામોલની ગોળી લેવાથી બરાબર થઈ જશે. આમાં કોઈ ઘબરાવાની જરૂર નથી. આટલી મોટી સંખ્યમાં લોકો આટલા ઓછા સમયમાં વેક્સિન લેશે તો કંઈપણ રિએક્શન હોઈ શકે છે, આ નોર્મલ છે.
પ્રથમ ડોઝ લીધા બાદ કઈ રીતની સાવધાની રાખવી પડશે ?
આ સવાલનો જવાબ આપતા અદાર પૂનાવાલાએ કહ્યું, પ્રથમ ડોઝ કરતા પણ સારૂ પ્રોટેક્શનના બાદ... પરંતુ બે મહિના બાદ પણ જ્યારે કોર્ટ પૂરો થઈ જશે તો પણ માસ્ક પહેરવું જરૂરી છે. વેક્સિન લીધા બાદ પણ ઈનફેક્ટ થઈ શકે છે અને બીજાને પણ કરી શકે છે, અમે ઘણા એવા કેસ જોયા છે. વેક્સિન લીધા પછી તમે સુરક્ષિત રહેશો પરંતુ તેનો મતલવ એવો નથી કે આ બુલેટપ્રૂફ છે. તેના માટે માસ્ક પહેરવું અને સાવધાની રાખવી જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)