મણિપુરમાં CRPF કેમ્પ પર હુમલો કરનારા 11 ઉગ્રવાદીઓ ઠાર
સોમવારે (11 નવેમ્બર, 2024) મણિપુરના જીરીબામ જિલ્લામાં CRPF જવાનો સાથેની અથડામણમાં 11 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.
સોમવારે (11 નવેમ્બર, 2024) મણિપુરના જીરીબામ જિલ્લામાં CRPF જવાનો સાથેની અથડામણમાં 11 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર ત્યારે થયું જ્યારે કુકી ઉગ્રવાદીઓએ CRPF કેમ્પ પર હુમલો કર્યો. ન્યૂઝ એજન્સી એનએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન સીઆરપીએફનો એક જવાન પણ ઘાયલ થયો છે. તેમને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
11 suspected militants killed in an encounter with CRPF in Jiribam area of Manipur. A CRPF personnel is also critically injured in the encounter: Sources pic.twitter.com/mDoJu2VA3y
— ANI (@ANI) November 11, 2024
સોમવારે સવારે મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં એક ખેડૂત એ સમયે ઘાયલ થયો હતો જ્યારે ઉગ્રવાદીઓએ નજીકના પહાડી વિસ્તારોમાંથી તેના પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલો ઇમ્ફાલ ખીણમાં કામ કરતા ખેડૂતો પર કુકી ઉગ્રવાદીઓએ સતત ત્રીજા દિવસે હુમલો કરવાની ઘટનાનો ભાગ હતો. સુરક્ષા દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને જવાબી કાર્યવાહી કરી. આમાં એક નાની અથડામણ થઈ હતી. ઘાયલ ખેડૂતને સારવાર માટે યાંગાંગપોકપી પીએચસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને હવે તેની હાલત સ્થિર છે.
ખેતી કામમાં રોકાયેલી મહિલાની હત્યા
શનિવારે (9 નવેમ્બર 2024) અન્ય એક ઘટનામાં 34 વર્ષીય મહિલા ખેડૂતને ખેતરોમાં કામ કરતી વખતે ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલો ચુરાચાંદપુર જિલ્લાના પહાડી વિસ્તારોમાં થયો હતો. આ હુમલાથી વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે. રવિવારના રોજ પણ સંનસબી, સાબુંખોક ખુન્નો અને થમ્રાપોકપી વિસ્તારોમાં સમાન હુમલાઓ કરવામાં આવ્યા હતા.
મણિપુરમાં જાતિ હિંસાનો ભૂતકાળ
મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસાને કારણે 200 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે. હિંસા ઈમ્ફાલ ખીણના મૈતેઈ સમાજ અને આસપાસના પહાડી વિસ્તારોમાં વસેલા કુકી સમુદાય વચ્ચે થઈ રહી છે. મણિપુરમાં હિંસાનો ઈતિહાસ જાતીય અને રાજકીય સંઘર્ષો સાથે જોડાયેલો છે. રાજ્યમાં કુકી, નાગા અને મૈતેઈ સમુદાયો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે.
મણિપુરનો મુદ્દો સ્વતંત્રતા, ઓળખ અને સ્વ-શાસનના અધિકારો સાથે પણ જોડાયેલો છે. 1990 ના દાયકાથી, મણિપુરમાં ઘણા ઉગ્રવાદી સંગઠનોનો ઉદય થયો, જેનેો ધ્યેય પોત-પોતાની જાતીય ઓળખની રક્ષા કરવાનું અને રાજ્યમાં અલગ થવાની માંગ કરવાનો હતો. પરિણામે અહીં અવારનવાર હિંસા, ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી થઈ રહી છે, જે રાજ્યના સામાજિક અને રાજકીય વાતાવરણમાં અસ્થિરતા તરફ દોરી જાય છે.