શોધખોળ કરો

Biparjoy : ગાંધીનગરથી દિલ્હી સુધી બેઠકોનો 'ચક્રવાત', ગુજરાતને લઈ PM મોદીના ખાસ નિર્દેશ

. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનું આખુ મંત્રીમંડળ સક્રિય બન્યું છે ત્યારે બીજી બાજુ રાજધાની દિલ્હીમાંં PM મોદીએ બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આજે બપોરે એક કલાકની સમીક્ષા બેઠક હાથ ધરી હતી.

PM Modi High-level Meeting : ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. જેથી ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનું આખુ મંત્રીમંડળ સક્રિય બન્યું છે ત્યારે બીજી બાજુ રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આજે બપોરે એક કલાકની સમીક્ષા બેઠક હાથ ધરી હતી. જેમાં પીએમ મોદીએ ખાસ નિર્દેશ જારી કર્યા હતાં. 

પીએમ નરેન્દ્ર મોદીએ લગભગ 1 કલાક સુધી તોફાન પર સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં પીએમ મોદીએ નિર્દેશ આપતા કહ્યું હતું કે, નુકસાન થવાના કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સજ્જતા સાથે આવશ્યક સેવાઓની જાળવણીની ખાતરી કરવામાં આવે. પીએમની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું 15 જૂને બપોરના સમયે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માંડવી અને કરાચી વચ્ચેના જખાઉ બંદર નજીક ત્રાટકશે. 125-130 કિમીની વચ્ચે જોરદાર પવન ફૂંકાશે જે 145 કિમી સુધી વધી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ચક્રવાતી તોફાન બિપરજોયને કારણે ઊભી થયેલી કટોકટી સામેની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પૃથ્વી વિજ્ઞાન સચિવ એમ રવિચંદ્રન, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય કમલ કિશોર અને ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ હાજરી આપી હતી.

આ બેઠકમાં આપવામાં આવેલી રજૂઆત મુજબ 15મીએ સવારથી સાંજ સુધીમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં 125 થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપ અને પવનની ઝડપ સાથે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. પ્રતિ કલાક કિલોમીટર સુધી પહોંચી શકે છે.

જાહેર છે કે, આ ચક્રવાત ગુરુવારે ગુજરાતના કચ્છ વિસ્તારમાં દસ્તક આપી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારીની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જિલ્લાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 1,300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે, ચક્રવાત 15 જૂન બપોરે 125-130 કિમી પ્રતિ કલાકની ઝડપે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને કરાચીના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Embed widget