શોધખોળ કરો
Advertisement
દલિત યુવતી પર પાંચ હવસખોરોએ પતિ સામે જ ગુજાર્યો બળાત્કાર ને ઉતાર્યો વીડિયો....
શરમજનક વાત એ છે કે, પોલીસે ચૂંટણીના કારણે આખો મામલો ચાર દિવસ સુધી દબાવીને રાખ્યો હતો. પીડિતાએ આરોપીઓની નામજોગ ફરિયાદ કરી હોવા છતાં પણ પોલીસ કોઈની ધરપકડ કરી નહોતી દરમિયાનમાં હેવાનોએ વીડિયો વાઈરલ કરી દીધો હતો. એ પછી પોલીસ હરકતમાં આવી છે.
અલવરઃ રાજસ્થાનના અલવરના થાનાગાજી વિસ્તારમાં બનેલી એક શરમજનક ઘટનામાં પાંચ હેવાનોએ એક યુવતીને નગ્ન કરીને તેના પર તેના પતિની હાજરીમાં જ એક પછી એક શારીરિક સંબધો બાંધીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ હેવાનિયતભર્યા કૃત્યનો તેમણે વીડિયો પણ ઉતાર્યો હતો.
શરમજનક વાત એ છે કે, પોલીસે ચૂંટણીના કારણે આખો મામલો ચાર દિવસ સુધી દબાવીને રાખ્યો હતો. પીડિતાએ આરોપીઓની નામજોગ ફરિયાદ કરી હોવા છતાં પણ પોલીસ કોઈની ધરપકડ કરી નહોતી દરમિયાનમાં હેવાનોએ વીડિયો વાઈરલ કરી દીધો હતો. એ પછી પોલીસ હરકતમાં આવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, 26 એપ્રિલે બપોરે 3 વાગે બાઈક લઈને જઈ રહેલાં પતિ-પત્નીને પાંચ બદમાશોએ આંતરીને પાડી દીધાં હતાં. હેવાનોએ પતિને માર મારીને બંધક બનાવ્યો હતો. એ પછી પાંચેય હવસખોરોએ યુવતીને નગ્ન કરી તેના પતિની સામે જ બળાત્કાર ગુજારીને તેના ફોટો-વીડિયોઝ બનાવ્યા હતા.
આરોપીઓએ આ વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતાં ભોગ બનેલું યુગલ આઘાતમાં આવી ગયું હતું. જો કે પછી હિંમત આવતાં યુગલ 2 મે, 2019ના રોજ ફરિયાદ કરવા ગયું હતું છતાં તપાસ હાથ ધરાઈ નહોતી. દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા દલિત હોવાથી પોલીસે ભીનું સંકેલવા પ્રયત્ન કર્યા હોવાની શંકા છે.
દરમિયાનમાં આ વીડિયો વાયરલ થઈ જતાં યુવતીની ઓળખ છતી થઈ ગઈ હતી. તેના કારણે લોકોમાં આક્રોશ વધતાં જ એસપીએ આરોપીઓને ઝડપી માટે ત્રણ ટીમો બનાવી છે. જો કે હજુ સુધી પોલીસ એક પણ આરોપીને ઝડપી શકી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement