શોધખોળ કરો
Advertisement
ઘરમાં સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, કાર્ડમાં લખી હતી ‘સર્વિસ’ની વિગતો
દરોડા દરમિયાન માલુમ પડ્યું કે સ્પા સેન્ટરે પોતાની વેબસાઇટ બનાવી હતી. વેબસાઈટમાં યુવતીની તસવીરોની સાથે સાથે તેમની સાથે સમય વિતાવવાના અલગ અલગ રેટ પણ લખ્યાં હતાં. આ ઉપરાંત અશ્લીલ વાતો પણ લખવામાં આવી હતી.
નવી દિલ્હી : રાજધાની દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષા સ્વામી માલીવાલ આજકાલ રાજધાની દિલ્હીના અલગ અલગ સ્પા સેન્ટરો પર દરોડાં કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ કરવા માટે તેમણે અભિયાન ચલાવ્યું છે. તાજેતરમાં તેઓ ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખીને બુરાડી સ્થિત સ્પા સેન્ટર પર પહોંચી ગયા હતા. 18 પ્લસ બ્યૂટી ટેમ્પલના નામે ચાલી રહેલા સ્પા સેન્ટર ખાતે તેઓ પહોંચ્યા ત્યારે અંડગ્રાઉન્ડ રૂમમાં યુવક અને યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં હતા. ઘરમાં બનાવેલા સ્પામાં દરોડા દરમિયાન પકડાયેલા યુવકોએ જણાવ્યું કે તેઓ ગ્રાહકો છે.
બુરાડીમાં આ સ્પા સેન્ટર વિશે માહિતી મળ્યા બાદ સ્વાતી માલીવાલે ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ડીસીડબ્લ્યૂ ટીમ અને પોલીસ સાથે સ્વાતી સ્પા સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. અહીં પોલીસ અને ડીસીડબ્લ્યૂનો એક અધિકારી ગ્રાહક બનીને સ્પા સેન્ટરમાં દાખલ થયો હતો. અંદર દેહવેપાર ચાલતો હોવાની ખરાઈ થયા બાદ દરોડાં કરવામાં આવ્યા હતાં.
દરોડા દરમિયાન માલુમ પડ્યું કે સ્પા સેન્ટરે પોતાની વેબસાઇટ બનાવી હતી. વેબસાઈટમાં યુવતીની તસવીરોની સાથે સાથે તેમની સાથે સમય વિતાવવાના અલગ અલગ રેટ પણ લખ્યાં હતાં. આ ઉપરાંત અશ્લીલ વાતો પણ લખવામાં આવી હતી. આ ઉપરાંત સ્પા સેન્ટરમાં આવતા ગ્રાહકોને એક મેનુ કાર્ડ પણ આપવામાં આવતું હતું, જેમાં વિકલ્પોની પસંદગી બાદ તે પ્રમાણે ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. રેટ કાર્ડની સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવતી હતી.
સ્પા સેન્ટરમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી કોઈને પણ ન લાગે તે માટે તમામ પ્રવૃત્તિઓ અંડરગ્રાઉન્ડ ચલાવવામાં આવતી હતી. જેમાં જવા માટેનો દરવાજો એક બટનથી ખુલતો હતો. સ્વાતીના કહેવા પ્રમાણે આ સ્પા સેન્ટરને એક ઘરમાં જ ચલાવવામાં આવતું હતું. આ મામલે તેમને ફરિયાદ મળી હતી, જે બાદમાં આ કાર્યવાહી કરવામાં આવતી હતી.
ભોયરામાં બનાવવામાં આવેલા રૂમમાં તપાસ દરમિયાન ત્રણ ગ્રાહકો અને ચાર છોકરીઓ મળી આવી હતી. તમામ લોકો વાંધાજનક સ્થિતિમાં પકડાયા હતા. આ દરમિયાન મોટા પ્રમાણમાં કોન્ડોમ અને બીજી વસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા ત્રણ ગ્રાહક, ચાર છોકરી અને સ્પા સેન્ટરના મેનેજરની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરી હતી.दिल्ली पुलिस क्राइम ब्रांच के साथ DCW ने बुरारी में बडा सेक्स रैकट भांडाफोड किया। ‘18प्लस ब्यूटी टेम्पल’ स्पा में तहख़ाने थे! 4 लड़की निकाली जो 3 कस्टमर के साथ थी!
मौक़े से कॉंडम & मेनू कार्ड मिले जिनमें हर पज़िशन में सेक्स का रेट था! लड़कियों को भी स्क्रीन पे रेट संग दिखाते थे! pic.twitter.com/OI0fVRpmCe — Swati Maliwal (@SwatiJaiHind) September 11, 2019
138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો સરદાર સરોવર ડેમ, 175 ગામને કરાયા એલર્ટ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે કરી સોમનાથ મહાદેવની પૂજા, જુઓ તસવીરો હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગતDCW busted Spa racket in Burari with Delhi Police Crime Branch. ‘18Plus Beauty Temple’ spa had ‘Tehkhanas’ & electric iron gates controlled by traffickers. Girls obscene photos with ‘rates’ were displayed on screen & menu card displaying sexual positions as well as condoms found! pic.twitter.com/1YS6qKVMue
— Amit Mishra (@Amitjanhit) September 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ખેતીવાડી
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion