તમે ખાધા 'પાણીના પકોડા' ? જાણો કઈ રીતે બને 'ડીપ ફ્રાઈડ વોટર'
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પાણીને પણ ગરમ તેલમાં ફ્રાઈ કરી શકાય. તમને આ સાંભળીને આંચકો લગાશે પરંતુ આ વાત સાચી છે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકોએ પાણીને ગરમ તેલમાં ફાઈ કરીને અદ્ભૂત કારનામું કર્યું છે.
ગરમા ગરમ સમોસા અને પકોડાનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પાણીને પણ ગરમ તેલમાં ફ્રાઈ કરી શકાય. તમને આ સાંભળીને આંચકો લગાશે પરંતુ આ વાત સાચી છે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકોએ પાણીને ગરમ તેલમાં ફાઈ કરીને અદ્ભૂત કારનામું કર્યું છે.
તમે મેગી પાણી પુરી, આઈસ્ક્રીમ પરોઠા અને નૂટેલા બિરયાની વિશે તો સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને ડીપ ફ્રાઈ઼ વોટર નામના પકોડા વિશે જણાવી રહ્યા છીએ. ડીપ ફ્રાઈડ વોટર હવે ઈન્ટરનેટ પર લેટેસ્ટ ટ્રેન્ડિંદ ફૂડ બની ગયું છે, જે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ડીપ ફ્રાઈડ વોટર બનાવવાનો પ્રથમ વીડિયો 2016માં આવ્યો હતો પરંતુ હવે ફરી એક વખત ચર્ચામાં છે.
કેમિકલ રિએક્શનથી તૈયાર થાય છે પાણીનો બોલ
કેમિકલ એન્જિનિયર જેમ્સ ઓર્ગિલ જેણે ડિસેમ્બર 2020માં ડીપ ફ્રાઈડ વોટર બનાવવાની કોશિશ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમ્સ પ્રથમ પ્રયાસમાં જ ગજબની ડીશ બનાવવામાં સફળ થયો હતો. આ વીડિયોને જેમ્સે પોતાની યૂટ્યૂબ ચેનલ ધ એક્શ લેબ પર પોસ્ટ કર્યો હતો. ઈન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
શું છે ડીપ ફ્રાઈડ વોટર ?
ડીપ ફાઈડ વોટર, તમે વિચારી રહ્યા છો કે ઉકળતા પાણીનું એક નામ છે પરંતુ તેવું નથી. તેને કેલ્શિયમ એલ્ગિનેટ નામના એક રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. પાણીમાં કેલ્શિયમ ક્લોરાઈડ અનો સોડિયમ એલ્ગિનેટ જેવા રસાયણોના રિએક્શનથી જિલેટિન જેવો પદાર્થ તૈયાર થાય છે જે જોવામાં જેલી જેવો હોય છે. આ બંને રસાયણિક પદાર્થ પાણીને ઝિલ્લીના રૂપમાં બનાવે છે. આ જોવામાં પારદર્શી અને જેલી બોલ જેવું હોય છે.
સૌથી પહેલા 2016માં થયો હતો પ્રયોગ
ડીપ ફ્રાઈડ વોટર કન્સ્પેટ પ્રથમ વાર 2016માં સામે આવ્યો હતો. ફૂડ બ્લોગર, શેફ અને ફ્રાઈડ ફૂડના પ્રશંસક જોનાથન માર્કસે યૂટ્યૂબ પેઈજ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે લોટ, પેન્કો ક્રેબ્સ અને રસાયણથી તૈયાર જેલી વોટરમાં બોળી તેલમાં તળ્યું હતું. તે પ્રથમ પ્રયત્નમાં સફળ નથી થતા બાદમાં તેન ડીપ ફ્રાઈડ વોટર બનાવવામાં સફળતા મેળવે છે. તેમણે તેને ઘરે ટ્રાઈ ન કરવાની ચેતવણી પણ આપી કારણ કે આ ધાતક દુર્ધટનાનું કારણ બની શકે છે.