શોધખોળ કરો
Advertisement
માનહાનિ કેસ: રાહુલ ગાંધી આજે પટનાની સિવિલ કૉર્ટમાં થશે હાજર, ટ્વિટ કરી કહ્યું- “સત્યમેવ જયતે”
રાહુલ ગાંધી બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી દ્વારા કરવામાં આવેલા માનહાનિ કેસ મામલે પટનાની સિવિલ કોર્ટમાં આજે હાજર થશે.
નવી દિલ્હી: માનહાનિ કેસ મામલે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે પટનાની અદાલતમાં હાજર થશે. તેમની સામે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન ‘મોદી ’ ઉપનામને લઈને ટિપ્પણી કરી હતી.
કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલે એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “મારો એક સવાલ છે કે બધા ચોરોના નામમાં મોદી કેમ હોય છે. પછી તે નિરવ મોદી, લલિત મોદી કે નરેન્દ્ર મોદી હોય ? અમને નથી ખબર કે આ પ્રકારના કેટલા મોદી સામે આવશે.” સુશિલ મોદીએ રાહુલ ગાંધીના આ નિવેદન પર માનહાનિનો કેસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ મોદી સરનેમવાળા તમામની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
RSS માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધીને મળ્યા જામીન, કૉર્ટમાં કહ્યું- ‘હું નિર્દોષ છું’
Budget: 14.05 લાખ રૂપિયાની આવક સુધી નહીં ચૂકવવો પડે ટેક્સ! જાણો કેવી રીતે
જાણો બજેટમાં શું સસ્તુ થયું અને શું મોંઘુ થયું? તમારા જીવન પર શું પડશે અસર
આ મામલે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, “હું આજે બપોરે 2 વાગ્યે પટનામાં સિવિલ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થઈશ. મને પરેશાન કરવા અને ડરાવવા માટે મારા વિરુદ્ધ આરએસએસ/ભાજપમાં મારા રાજનીતિક વિરોધિઓ દ્વારા વધુ એક મામલો નોંધાવ્યો છે. સત્યમેવ જયતે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement