(Source: ECI/ABP News/ABP Majha)
Exclusive: યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય પાકી ગયો છે : રાજનાથ સિંહ
અમે ગુજરાત જીતી રહ્યા છીએ અને પરફોર્મન્સ તેનો આધાર છે. વડાપ્રધાન દેશભરમાં ફરે છે. સખત મહેનત કરે છે. તેની જ અસર છે કે, દેશનું પરફોર્મન્સ સતત સુધરી રહ્યું છે.
Rajnath Singh Exclusive: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એબીપી ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં યુનિફોર્મ સિવિલ કોડ એક્ટ સહિત અનેક મુદ્દે વિગતે વાતચીત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે, દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય હવે પાકી ગયો છે. તમામ રાજ્યોએ આ અંગે વિચારવું જોઈએ. જે રાજ્યો તેનો અમલ કરી રહ્યા છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. રાજનાથ સિંહે દિલ્હીના બહુચર્ચિત શ્રદ્ધા હત્યા કેસને લઈને પણ પ્રતિક્રિયા આપતા તેને જઘન્ય અપરાધ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગુનેગારને આકરામાં આકરી સજા થવી જોઈએ.
ગુજરાત ચૂંટણીની ચૂંટણીને લઈને તેમણે કહ્યું હતું કે, 2024નો માહોલ અત્યારથી જ બની ગયો છે. ગુજરાતમાં જ નહીં કેન્દ્રમાં પણ ફરી મોદી સરકાર આવશે. અમે ગુજરાત જીતી રહ્યા છીએ અને પરફોર્મન્સ તેનો આધાર છે. વડાપ્રધાન દેશભરમાં ફરે છે. સખત મહેનત કરે છે. તેની જ અસર છે કે, દેશનું પરફોર્મન્સ સતત સુધરી રહ્યું છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ પ્રવાસ શરૂ કર્યો છે તો જુઓ શું થાય છે.
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
રક્ષામંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ નિવેદન અયોગ્ય છે. રાજકારણમાં પણ એક મર્યાદા હોવી જોઈએ. ખડગે સાહેબ કોંગ્રેસના અધ્યક્ષ છે અને તેમને આ શોભતું નથી. વડાપ્રધાનએ વ્યક્તિ નથી પણ સંસ્થા હોય છે. આ પ્રકારના નિવેદનો કોંગ્રેસ પક્ષના નેતાઓને શોભતા નથી. લાગે છે કે, કોંગ્રેસ હેબતાઈ ગઈ છે અને મૂંઝવણમાં છે. કોંગ્રેસના નેતા આ અગાઉ પણ વડાપ્રધાનને ટાર્ગેટ કરતા આવ્યા છે. આ તેમની આદત છે અને જાણી વિચારીને કરવામાં આવેલા પ્રહાર છે. ઉલ્લેખનીય છે કે, મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી.
મનોજ તિવારીના નિવેદન પર પણ કહ્યું કે....
રાજનાથ સિંહે પણ મનોજ તિવારીના આંખ ફોડવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી અને કહ્યું હતું કે, મનોજ તિવારીએ ટાંટીયા તોડી નાખીશું એવું નથી કહ્યું, આ જુઠ્ઠાણું છે. કોઈ પણ હોય રાજનીતિમાં શબ્દો અને નિવેદનોની મર્યાદા હોવી જોઈએ. કોઈ પણ હોય ખોટું નિવેદન કરે તો એ ખોટું જ છે. બીજેપી નેતા મનોજ તિવારીએ એબીપી ન્યૂઝ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું આંખ ખોલનારું નિવેદન આપ્યું હતું.
"હિન્દુ-મુસ્લિમ અમે નહીં પણ કોંગ્રેસ કરે છે"
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, હિંદુ-મુસ્લિમ હમ નહીં કોંગ્રેસ કરે છે. તો તેમને સમજાવો. મંદિરોમાં પૈસા કેમ ના આપીએ. આપણો સાંસ્કૃતિક વારસો છે અને તેને સાચવવો જોઈએ. એંટી રેડિક્લાઈઝેશન સેલ પણ બનાવવાની જરૂરિયાત પણ છે.