શોધખોળ કરો
Advertisement
Video: દેશના આ રાજ્યમાં દેવીની મૂર્તિ 4 કિલો સુવર્ણ અને 2 કરોડ રૂપિયાથી સજાવાઈ
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રી કન્યાકા પરમેશ્વરી મંદિરમાં દુર્ગા અષ્ટમી પ્રસંગે દેવીની પ્રતિમા અને મંદિરને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ હિંદુઓના મુખ્ય તહેવાર નવરાત્રી તેના અંતિમ તબક્કામાં છે. દેશના ખુણે ખુણે દુર્ગા પ્રતિમા સજાવવામાં આવી છે. આવી જ એક પ્રતિમા આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં લાગી છે, જેની ખાસિયત એ છે કે તેને 4 કિલો સોનું અને 2 કરોડ રૂપિયાથી સજાવવામાં આવી છે. કરોડોની આ પ્રતિને જોવા માટે દુર દુરથી લોકો આવી રહ્યા છે.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં શ્રી કન્યાકા પરમેશ્વરી મંદિરમાં દુર્ગા અષ્ટમી પ્રસંગે દેવીની પ્રતિમા અને મંદિરને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. અહીં દેવીની પ્રતિમાને ચાર કોલો સોનું અને 2 કરોડ રૂપિયાના મૂલ્યની કરન્સી નોટ્સથી સજાવટ કરવામાં આવી હતી. મૂર્તિની ચારે બાજુ કરન્સી નોટ્સની માળા બનાવાઈ હતી અને આગળ સોનું રાખવામાં આવ્યું હતું. ઘડામાં પણ સોનાના સિક્કા રાખવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુ આ પ્રતિમાને જોવા મોટી સંખ્યામાં આવ્યા હતા.
140 વર્ષ જૂના આ મંદિરમાં માન્યતા એ છે કે, પૂજા માટે દેવી અમ્માવારુ સમક્ષ કરન્સી નોટ્સ અને સોનું રાખવું શુભ મનાય છે અને સૌભાગ્યશાળી સાબિત થાય છે. પૂજા પૂરી જાય બાદ લોકોના ફંડથી એકઠા થયેલા રૂપિયાને પાછા આપી દેવામાં આવે છે. આ રૂપિયા મંદિરના ટ્રસ્ટને નથી અપાતા.#WATCH Deity goddess and temple interiors decorated with 4 kg gold and currency notes worth approximately Rs 2 crores at Sri Kanyaka Parameswari Temple in Visakhapatnam. #AndhraPradesh pic.twitter.com/JHxry6DLMV
— ANI (@ANI) October 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion