G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit:આ સાથે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી
G20 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા આ દિવસોમાં બ્રાઝિલના પ્રવાસે છે. સોમવારે તેમણે સમિટના પ્રથમ સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે ગ્લોબલ સાઉથના મુદ્દાને વધુ મહત્વ આપવાની માંગ કરી હતી. આ સાથે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના હેન્ડલ પર તેની તસવીરો શેર કરી છે. જેમાં બંને નેતાઓ એકબીજાને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. આ સાથે પોસ્ટ કરતી વખતે પીએમએ લખ્યું કે તમને મળીને હંમેશા આનંદ થાય છે.
PM Narendra Modi tweets, "At the G20 Summit in Rio de Janeiro, spoke at the Session on the ‘Fight Against Hunger and Poverty.’ This is an important subject and success in this sector will contribute greatly towards sustainable progress. During my remarks, I talked about India’s… pic.twitter.com/R04XUdPHBM
— ANI (@ANI) November 18, 2024
અમેરિકાના રાષ્ટ્રપતિ ઉપરાંત પીએમ મોદી યુએનના મહાસચિવને પણ મળ્યા હતા. વડાપ્રધાન સમિટ દરમિયાન અન્ય ઘણા દેશોના વડાઓને પણ મળશે. માનવામાં આવે છે કે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળી શકે છે.
With @POTUS Joe Biden at the G20 Summit in Rio de Janeiro. Always a delight to meet him.@JoeBiden pic.twitter.com/Z1zGYIVEhm
— Narendra Modi (@narendramodi) November 18, 2024
બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરોમાં આયોજિત આ સમિટનો મુખ્ય મુદ્દો ભૂખમરા વિરુદ્ધ એકજૂથતા છે. કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓમાં વૈશ્વિક સ્તરે શાંતિપૂર્ણ શાસનનો વિકાસ, ગરીબીનો અંત, આબોહવા પરિવર્તનનો સામનો કરવો અને ઊર્જા પડકારોને સંબોધિત કરવાનો સમાવેશ થાય છે.
G20ને સંબોધતા PM મોદીએ કહ્યું કે, 'નવી દિલ્હીમાં G20 સમિટમાં લેવાયેલા નિર્ણયોને બ્રાઝિલની અધ્યક્ષતા દરમિયાન આગળ વધારવામાં આવશે. તે ખૂબ જ સંતોષની વાત છે કે અમે SDG લક્ષ્યોને પ્રાથમિકતા આપી છે. અમે સમાવેશી વિકાસ, મહિલા નેતૃત્વ વિકાસ અને યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, 'છેલ્લા 10 વર્ષમાં અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે. 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાનો 5.5 કરોડ લોકો લાભ લઈ રહ્યા છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના 6 કરોડ વરિષ્ઠ નાગરિકો પણ મફત સ્વાસ્થ્ય વીમાનો લાભ લઈ શકશે. મહિલાઓની આગેવાની હેઠળના વિકાસ અને સામાજિક સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરીને, 30 કરોડથી વધુ મહિલા સૂક્ષ્મ સાહસિકોને બેન્કો સાથે જોડવામાં આવી છે અને તેમને ધિરાણની ઍક્સેસ પ્રદાન કરવામાં આવ્યું છે. ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યું છે. અમે તાજેતરમાં મલાવી, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેને માનવતાવાદી સહાય પૂરી પાડી છે.
પીએમ મોદીએ કહ્યું, 'અમે 'ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક ગઠબંધન' માટે બ્રાઝિલની પહેલને સમર્થન આપીએ છીએ. નવી દિલ્હી સમિટમાં અપનાવવામાં આવેલા ખાદ્ય સુરક્ષા માટેના ડેક્કન ઉચ્ચ સ્તરીય સિદ્ધાંતોના અમલીકરણ તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.