દિલ્હી: વેક્સિનને લઈ PM મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા મામલે 25 લોકોની ધરપકડ
આ પોસ્ટરને લઈને દિલ્હી પોલીસે (Delhi Police) 25 લોકો વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં આ પોસ્ટ લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ પોસ્ટર ભારે ચર્ચામાં છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Naredra Modi)વિરુદ્ધ લગાવેલા પોસ્ટર વિવાદમાં અત્યાર સુધી 25 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, ‘મોદી જી, હમારે બચ્ચો કી વેક્સિન વિદેશ ક્યોં ભેજ દિયા ? ’
આ પોસ્ટરને લઈને દિલ્હી પોલીસે (Delhi Police) 25 લોકો વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં આ પોસ્ટ લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ પોસ્ટર ભારે ચર્ચામાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચનાવાળા આ પોસ્ટરને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul gandhi)એ પણ પોતાના ટ્વિટર પર શેર કર્યું છે અને કહ્યું કે, મારી પણ ધરપકડ કરો. એટલું જ નહીં રાહુલ ગાંધીએ આ પોસ્ટરને પોતાના ટ્વિટરની પ્રોફાઈલ પિક્ચર પણ મૂકી દીધી છે.
દિલ્હીના કેટલાક વિસ્તારો જેવા કે શાહદારા, રોહિણી, રિથાલા, દ્વારકા અને બીજા અન્ય વિસ્તારોમાં પોસ્ટરો મળી આવ્યા હતા. 12 મેના રોજ પોલીસને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં આ પોસ્ટરો હોવાના અહેવાલ મળ્યા હતા, ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 13 મે સુધીમાં બધા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસની આ કાર્યવાહી પર હવે આમ આદમી પાર્ટી(AAP)એ સવાલો ઉઠાવ્યા છે. AAPના ધારાસભ્ય કુલદીપ કુમારે રવિવારે કહ્યું હતું કે, જો તમારે જાણવું હોય કે પોસ્ટર કોણે લગાવ્યા છે. તો આ પોસ્ટરો અમે લગાવ્યા છે. અમે આ પોસ્ટરો દિલ્હી, દિલ્હીના રસ્તાઓ પર લગાવી દીધા છે. જો તમારે ફરિયાદ કરવી હોય તો અમારા વિરુદ્ધ કરો, આ પોસ્ટરો ચોંટાડતા ગરીબ લોકો સામે નહીં. AAPના ધારાસભ્યએ કહ્યું કે, આ અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
રસીને લઈ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, વેક્સિન મોકલવી વિદેશી કંપનીઓ સાથેના કરારમાં એક શરત છે. તેમણે કહ્યું કે શરતો અનુસાર એક ભાગ વિદેશ મોકલવામાં આવે છે.