શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 990 નવા કેસ, પોઝિટિવ કેસની સંખ્યા 20 હજારને પાર
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 20 હજારને પાર પહોંચી છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 20 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા અને 268 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાના નવા 990 કેસ સામે આવતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 20834 પર પહોંચી છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 8746 લોકોએ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોનાને મ્હાત આપી છે. આંકડા મુજબ, દિલ્હીમાં કોરોના વાયરસના કારણે આજે 12 લોકોના મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 523 પર પહોંચ્યો છે. કુલ કેસમાં એક્ટિવ કેસ 11565 છે.
સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હજુ સુધી દિલ્હીમાં જેટલી સેવાઓ શરૂ કરવામાં આવી છે તે સિવાય હેર કટિંગ, સલૂનની દુકાનો ખોલવામાં આવશે જ્યારે સ્પા ખોલવામાં આવશે નહીં. ઓટો-રિક્શામાં એક સવારી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પહેલા ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં જે પ્રતિબંધ હતો હવે તે પણ હટાવી લેવામાં આવ્યો છે. અમે બજારોમાં દુકાનો ખોલવા માટે ઓડ ઈવન નિયમનું પાલન કરી રહ્યાં હતાં પરંતુ કેન્દ્ર સરકારે આવો કોઈ નિયમ બનાવ્યો નથી તે માટે હવે બધી દુકાનો ખોલી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement