મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલીઓ, 2000 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે નોંધાયો કેસ
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2 હજાર કરોડ રૂપિયાના મોટા કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી (AAP) દારૂ કૌભાંડમાં એટલી ફસાઈ ગઈ કે તેને દિલ્હીની સત્તા ગુમાવવી પડી હતી. દારૂ નીતિ કૌભાંડ કેસમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓને તિહાર જેલમાં જવું પડ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા (દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી) ને પણ જેલની સજા ભોગવવી પડી હતી. સત્યેન્દ્ર જૈનને પણ જેલની સજા ભોગવવી પડી હતી. હાલમાં આ તમામ જામીન પર મુક્ત છે. પરંતુ, દિલ્હીથી એક મોટા સમાચાર એ છે કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2 હજાર કરોડ રૂપિયાના મોટા કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે.
Anti-Corruption Branch has registered a case against AAP leader and former Delhi Dy CM Manish Sisodia, former Delhi PWD Minister Satyendra Jain, in connection with corruption in the construction of classrooms at highly exorbitant costs. A massive scam to the tune of Rs. 2,000…
— ANI (@ANI) April 30, 2025
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર દરમિયાન શાળાઓમાં વર્ગખંડોના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો બાદ એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) એ કડક કાર્યવાહી કરી છે. ACB એ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ જાહેર બાંધકામ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ કેસ 12,748 વર્ગખંડો અને ઇમારતોના બાંધકામમાં 2,000 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ સાથે સંબંધિત છે.
ACB તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા નીચે મુજબ છે
ક્લાસરૂમને સેમી-પર્માનેન્ટ સ્ટ્રક્ચર (SPS) તરીકે બનાવવામાં આવ્યા હતા, જે 30 વર્ષ સુધી ટકે છે. પરંતુ ખર્ચ RCC (પાકા) વર્ગખંડો જેટલો જ હતો, જે 75 વર્ષ સુધી ટકી રહે છે.
આ કોન્ટ્રાક્ટ 34 કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો હતો, જેમાંથી મોટાભાગના AAP સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.
કામ સમયસર પૂર્ણ થયું ન હતું અને ખર્ચમાં ભારે વધારો જોવા મળ્યો હતો.
સલાહકારો અને આર્કિટેક્ટ્સની નિમણૂક કોઈપણ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના કરવામાં આવી હતી, જેના કારણે ખર્ચમાં વધારો થયો હતો.
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના રિપોર્ટમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી પરંતુ તેને ત્રણ વર્ષ સુધી દબાવી દેવામાં આવી હતી.
ખર્ચમાં ફરિયાદો અને અનિયમિતતાઓ
આ ફરિયાદ ભાજપના પ્રવક્તા હરીશ ખુરાના, ધારાસભ્ય કપિલ મિશ્રા અને નીલકંઠ બક્ષીએ નોંધાવી છે. રિપોર્ટ મુજબ, એક ક્લાસરૂમનો સામાન્ય ખર્ચ 5 લાખ રૂપિયા હોવો જોઈએ પરંતુ આ પ્રોજેક્ટમાં તે પ્રતિ ક્લાસરૂમ 24.86 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો. સીવીસીના અહેવાલ મુજબ, એસપીએસ બાંધકામનો ખર્ચ પ્રતિ ચોરસ ફૂટ 2292 રૂપિયા સુધી પહોંચ્યો, જે શાળાના પાક્કા બાંધકામના ખર્ચ (2044-2416 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ) જેટલો છે.





















