શોધખોળ કરો

Mustafabad Building Collapsed News: દિલ્લીમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 4નાં મૃત્યુ, 10 લોકો ફસાયાની આશંકા

Mustafabad Building Collapsed News: દિલ્હીના ન્યુ મુસ્તફાબાદ સ્થિત શક્તિ વિહારમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ 4નાં મોતની પુષ્ટી થઇ છે.

Mustafabad Building Collapsed News:  દિલ્હીના ન્યુ મુસ્તફાબાદ સ્થિત શક્તિ વિહારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે 8 થી 10 લોકો ફસાયા હોવાની આશંકા છે.

દિલ્હીના ન્યુ મુસ્તફાબાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. કાટમાળ નીચે 8 થી 10 લોકો દટાયા હોવાની આશંકા છે. NDRF અને ફાયર વિભાગના જવાનોએ કાટમાળમાંથી 4 મૃતદેહો બહાર કાઢ્યા છે. રેસ્ક્યુ ટીમ દ્વારા રાહત કાર્ય ચાલી રહ્યું છે.

ન્યુ મુસ્તફાબાદના શક્તિ વિહારમાં ચાર માળની ઈમારત પડવાની ઘટના બની હતી. ફાયર વિભાગને શુક્રવાર અને શનિવારે રાત્રે 2.50 કલાકે ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ, દિલ્હી ફાયર સર્વિસ વિભાગે તાત્કાલિક ફાયર ટેન્ડર અને NDRF ટીમોને ઘટનાસ્થળે રવાના કરી. 40 થી વધુ રેસ્ક્યુ ટીમના સભ્યો રાહત કાર્યમાં લાગેલા છે.

ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે, "અમને સવારે 2:50 વાગ્યે એક મકાન ધરાશાયી થવાની માહિતી મળી હતી. અમે સ્થળ પર પહોંચ્યા અને જોયું કે આખી ઇમારત પડી ગઈ હતી અને અમને કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. NDRF, દિલ્હી ફાયર સર્વિસ લોકોને બચાવવાનું કામ કરી રહી છે."

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જે 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તેમાંથી 4ના મોત થયા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. ઉત્તર પૂર્વ જિલ્લાના એડિશનલ ડીસીપી સંદીપ લાંબાએ જણાવ્યું કે કાટમાળમાં હજુ 8 થી 10 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ચાર માળની ઈમારતમાં લગભગ 20 લોકો રહેતા હતા. ઈમારત ધરાશાયી થવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મૃતકોમાંના એકના સંબંધી શહઝાદ અહેમદે જણાવ્યું હતું કે, "બિલ્ડીંગ લગભગ 2.30-3 વાગ્યે ધરાશાયી થઈ હતી. તે ચાર માળની ઈમારત હતી. મારા બે ભત્રીજાઓ મૃત્યુ પામ્યા છે. મારી બહેન, ભાભી અને ભત્રીજી પણ ઘાયલ છે. તેઓ GTB હોસ્પિટલમાં દાખલ છે." બિલ્ડિંગ ધરાશાયી થવાના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, "અહીં બે પુરુષો, બે પુત્રવધૂ, તેમના પરિવારો અને ભાડૂતો રહે છે. સૌથી મોટી પુત્રવધૂને ત્રણ બાળકો છે, બીજી પુત્રવધૂને પણ ત્રણ બાળકો છે. અમને અત્યારે કંઈ ખબર નથી. તેઓ ક્યાંય દેખાતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
IMD Alert: 31 માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
kesar Mango Price: માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો
kesar Mango Price: માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, ભાવમાં 20 ટકાનો નોંધપાત્રો વધારો
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
Embed widget