Delhi: અમાનતુલ્લાહ ખાનને જામીન મળવા અંગે કેજરીવાલે આપી પ્રતિક્રિયા, ગુજરાત અને ભાજપનો પણ ઉલ્લેખ કર્યો
Delhi News: દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં 28 સપ્ટેમ્બરે AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન મળ્યા છે.

Delhi News: દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં 28 સપ્ટેમ્બરે AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન મળ્યા છે. ઓખલા સીટ પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને કોર્ટે જામીન આપ્યાના એક દિવસ પછી, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓએ અમાનતુલ્લા ખાનના સમર્થનમાં ટ્વિટ કર્યું છે.
કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યોઃ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, "ભાજપના લોકો દિલ્હીમાં નકલી તપાસ કરતા રહ્યા, જ્યારે ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયું. આજે 75 વર્ષ પછી લોકોને તેમની સમસ્યાઓના ઉકેલની જરૂર છે. લોકોમાં ભારે અસ્વસ્થતા છે. લોકોને 24 કલાક નકારાત્મક અને બદલાની રાજનીતિ કરવી પસંદ નથી.
बीजेपी वाले दिल्ली में फ़र्ज़ी जाँच करते रह गये, उधर गुजरात इनके हाथों से फिसल गया।
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 29, 2022
आज 75 साल बाद लोगों को अपनी समस्याओं का समाधान चाहिए। लोगों में ज़बर्दस्त बेचैनी है। 24 घंटे नेगेटिव और बदले की राजनीति करना लोगों को पसंद नहीं। https://t.co/j9GezQhQrm
બીજી તરફ મનીષ સિસોદિયાએ પણ અમાનતુલ્લાના જામીન પર ટ્વિટ કર્યું હતું, સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું - 'સત્યમેવ જયતે.'
દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત ગેરરીતિઓના સંબંધમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) દ્વારા નોંધાયેલા કેસમાં વિશેષ ન્યાયાધીશ વિકાસ ધૂલે બુધવારે ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપ્યા હતા.અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડમાં થયેલી ભરતીમાં અનિયમિતતાઓના આરોપ પર કોર્ટે કહ્યું કે, એવા કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી સાબિત થઈ શકે કે, કોઈ વ્યક્તિને બોર્ડમાં ભરતી કરવા માટે લાંચ આપવામાં આવી હોય.
ભ્રષ્ટાચારના કેસમાં AAP ધારાસભ્યની ધરપકડ થઈ હતીઃ
તમને જણાવી દઈએ કે, અમાનતુલ્લા ખાનની દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ AAP ધારાસભ્ય અમાનતુલ્લાહના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા અને તેમના છુપાયેલા ઠેકાણાઓમાંથી ગુનાખોર સામગ્રી રિકવર કરવાનો દાવો કર્યો હતો. તે જ સમયે AAP એ એસીબીની તપાસ વિશે કહ્યું હતું કે, અમાનતુલ્લા ખાનને ફસાવવામાં આવી રહ્યા છે.





















