શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં ઘરના પાર્કિંગમાં બંદૂકના નાળચે બદમાશોએ પતિ-પત્નીને લૂંટ્યા, જુઓ CCTV
સીસીટીવી મુજબ પીડિત વરૂણ તેના ઘરના ગેટમાંથી ગાડી લઈને અંદર દાખલ થાય છે અને ગેટ બંધ કરવા જાય છે ત્યારે 3 બુકાનીધારી બદમાશો હાથમાં રિવોલ્વર લઇ ગેટની અંદર ઘૂસી જાય છે અને બંદૂકના નાળચે વરુણ અને ગાડીમાં બેઠેલી તેની પત્ની સાથે લૂંટફાટ કરી હતી.
નવી દિલ્હીઃ એક બાજુ દિલ્હી પોલીસ કમિશ્નર દિલ્હીની સડકો પર મોડી રાત સુધી પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ પોલીસ અને કાનૂનના ધજાગરા ઉડાડતા હોય તેમ બદમાશો લૂંટની ઘટનાને અંજામ આપીને આસાનીથી ફરાર થઈ ગયા છે. ઘટના 30 જૂને મોડી રાતે આશરે સાડા ત્રણ વાગે દિલ્હીના ગુજરાવાલા ટાઉન પાર્ટ-2માં બની હતી. આરોપીના ઘરમાં લાગેલા સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી. ઘટના બાદ પીડિત પરિવાર દહેશતમાં છે.
સીસીટીવી મુજબ પીડિત વરૂણ તેના ઘરના ગેટમાંથી ગાડી લઈને અંદર દાખલ થાય છે અને ગેટ બંધ કરવા જાય છે ત્યારે 3 બુકાનીધારી બદમાશો હાથમાં રિવોલ્વર લઇ ગેટની અંદર ઘૂસી જાય છે અને બંદૂકના નાળચે વરુણ અને ગાડીમાં બેઠેલી તેની પત્ની સાથે લૂંટફાટ કરી હતી. ગાડીમાં વરુણના બે બાળકો પણ હતા. વરુણે પરિવારની સલામતીને ધ્યાનમાં રાખીને બદમાશોને તેની પાસેનો સામાન આપી દીધો.
આ મામલે પોલીસે દાવો કર્યો કે સીસીટીવીમાં જોવા મળી રહેલા બદમાશોને પોલીસે તે રાતે આદર્શ નગર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન આંતર્યા હતા. જ્યારે બદમાશો રોકાયા નહીં ત્યારે પોલીસે તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ પછી તેઓ બાઇક છોડીને અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. પોલીસનું કહેવું છે કે આ મામલે FIR નોંધી લેવામાં આવી છે અને બદમાશોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
ઈંગ્લેન્ડ સામે ભારતની હાર આ પાકિસ્તાની ક્રિકેટરથી સહન ન થઈ, જાણો શું કહ્યું વર્લ્ડકપઃ આવતીકાલે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો મુકાબલો, જાણો કોનું કપાઈ શકે છે પત્તું, કોને મળી શકે છે તક#WATCH Delhi: Family robbed at gunpoint by three masked miscreants at the parking of their residence in Model Town area around 3 am today. pic.twitter.com/KLFWbkMVpZ
— ANI (@ANI) July 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement