Delhi excise policy case: આજે મનીષ સિસોદિયાની થશે પૂછપરછ, CBIએ સવારે 11 વાગ્યે ઓફિસ બોલાવ્યા
સીબીઆઈએ અત્યાર સુધી એક્સાઈઝ પોલિસી કેસમાં 10 આરોપીઓના નિવેદન નોંધ્યા છે
દિલ્હીની નવી દારૂ નીતિ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યા છે. સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને 17 ઓક્ટોબરે (આજે) પૂછપરછ માટે તેમની ઓફિસ બોલાવ્યા છે.
मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला.
— Manish Sisodia (@msisodia) October 16, 2022
अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा.
सत्यमेव जयते.
સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગયા વર્ષે નવેમ્બરમાં લાગુ કરાયેલી દિલ્હીની દારૂની નીતિમાં ગેરરીતિઓ અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયાને સોમવારે સવારે 11 વાગ્યે તેમના મુખ્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. સીબીઆઈએ આ કેસમાં ઈન્ડો સ્પિરિટ્સના માલિક સમીર મહેન્દ્રુ, ગુરુગ્રામમાં બિગ રિટેલ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોરા અને ઈન્ડિયા અહેડના મેનેજિંગ ડિરેક્ટર મુથા ગૌતમ સહિત અનેક લોકોની પૂછપરછ કરી છે.
સીબીઆઈએ અત્યાર સુધી એક્સાઈઝ પોલિસી કેસમાં 10 આરોપીઓના નિવેદન નોંધ્યા છે. આ સાથે જ રવિવારે પ્રથમ દિવસે કેટલાક આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ વિજય નાયરના પણ કેટલાક નામ લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
સમન્સ બાદ સિસોદિયાનો ટોણો
સમન્સ બાદ મનીષ સિસોદિયાએ સીબીઆઈ પર કટાક્ષ કર્યો હતો. એમ પણ કહ્યું કે 17મી ઓક્ટોબરે સવારે 11 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે. હું જઈશ અને મારો સંપૂર્ણ સહકાર આપીશ. સત્યમેવ જયતે. મનીષ સિસોદિયાને CBIનું સમન્સ મળ્યા બાદ રાજકારણ શરૂ થઇ ગયું છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મનીષ સિસોદિયાની તુલના ભગત સિંહ સાથે કરી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે જેલના સળિયા અને ફાંસીનો ફંદો ભગતસિંહના ઉંચા ઈરાદાઓને ડગાવી શક્યા નહોતા. આઝાદીની આ બીજી લડાઈ છે. કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન આજના ભગત સિંહ છે. 75 વર્ષ પછી દેશને એક એવો શિક્ષણ મંત્રી મળ્યો જેણે ગરીબોને સારું શિક્ષણ આપ્યું અને ઉજ્જવળ ભવિષ્યની આશા આપી. કરોડો ગરીબોની પ્રાર્થના તમારી સાથે છે