શોધખોળ કરો

Delhi Excise Case: EDએ મનીષ સિસોદિયાને આપ્યો મોટો ઝટકો, કરોડોની સંપત્તિ કરી જપ્ત

Delhi Excise Case: AAP નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ED તરફથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. EDએ મનીષ સિસોદિયા, તેની પત્ની અને અન્યની 52 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.

Delhi Excise Case: AAP નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ED તરફથી વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. EDએ મનીષ સિસોદિયા, તેની પત્ની અને અન્યની 52 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે, સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પહેલા મનીષ સિસોદિયાની જામીન અરજી કોર્ટે ફગાવી હતી

દિલ્હી હાઇકોર્ટે આબકારી નીતિથી જોડાયેલા કૌભાંડથી સંબંધિત મની લોન્ડરિંગના મામલે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જામીન અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે સિસોદિયા દિલ્હી સરકારમાં પ્રભાવશાળી પદ પર રહેલા છે. આવામાં જામીન મળવા પર તેમના દ્વારા સાક્ષીઓને પ્રભાવિત કરવાની સંભાવના છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે સીબીઆઈને પૂછ્યું છે કે શું તમામ આરોપીઓને ચાર્જશીટ સંબંધિત દસ્તાવેજો આપવામાં આવ્યા છે? તેના પર સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તમામ આરોપીઓને ચાર્જશીટ સાથે સંબંધિત દસ્તાવેજો આપી દેવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 31 જુલાઈના રોજ સવારે 10:30 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં સિસોદિયા સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેસ મામલે કોર્ટે આ સૂચન આપ્યા

આ પાંચ લોકો બન્યા સિસોદિયાની ધરપકડનું કારણ

1. વિજય નાયર

આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા એન્ટરટેઈનમેન્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની 'ઓન્લી મચ લાઉડર'ના સીઈઓ વિજય નાયરની સપ્ટેમ્બર 2022માં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પાર્ટીને પ્રચારથી લઈને નીતિ બનાવવા સુધીની સલાહ આપતા હતા. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં સૌથી પહેલા હતા. નાયર પાર્ટી ઈવેન્ટ્સ, ફંડ રેઈઝિંગ અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી માટે જવાબદાર હતા. બાદમાં તેમણે મેનિફેસ્ટો અને પોલિસીમાં પણ દખલ કરવાનું શરૂ કર્યું. દારૂના ઠેકાઓને લાયસન્સની ફાળવણીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં કાવતરામાં સામેલ થવાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિજય નાયર કેજરીવાલ અને સિસોદિયાના ખાસ માનવામાં આવે છે.

26 ફેબ્રુઆરી, રવિવારે સીબીઆઈએ સિસોદિયાને 8 પ્રશ્નો પૂછ્યા હતાં. એક સવાલ એ પણ હતો કે, બિઝનેસમેન અમિત અરોરા, દિનેશ અરોરા અને અર્જુન પાંડે સાથે તમારો શું સંબંધ છે? ત્રણેય સિસોદિયાના નજીકના માનવામાં આવે છે. અમિત અરોરા ગુરુગ્રામની બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે. તે આ કેસમાં મંજૂરી આપનાર બની ગયો છે અને આગોતરા જામીન પર છે. તે દારૂના લાઇસન્સધારકો પાસેથી વસૂલવામાં આવેલા અયોગ્ય નાણાકીય લાભને આરોપી અધિકારીઓ તરફ વાળવામાં સામેલ હતો. આરોપી દિનેશ અરોરા નવેમ્બરમાં જ મંજૂરી આપનાર બનવા માટે સંમત થયા હતા.

3. અર્જુન પાંડે

અર્જુન પાંડેને સિસોદિયાના ખાસ વ્યક્તિ માનવામાં આવે છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે, અર્જુન પાંડેએ મનોરંજન અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની 'ઓન્લી મચ લાઉડર'ના ભૂતપૂર્વ સીઈઓ નાયર વતી સમીર મહેન્દ્રુ પાસેથી લગભગ 2 થી 4 કરોડ રૂપિયા રોકડા લીધા હતા.

4. સમીર મહેન્દ્રુ

એવો આરોપ છે કે ઈન્ડોસ્પિરિટ્સ ગ્રુપ, જોરબાગના એમડી સમીર મહેન્દ્રુએ સિસોદિયાના નજીકના સાથી દિનેશ અરોરાની કથિત માલિકીની રાધા ઈન્ડસ્ટ્રીઝના ખાતામાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. હૈદરાબાદના કોકાપેટમાં રહેતા અરુણ રામચંદ્ર પિલ્લઈના પણ મહેન્દ્રુ અને વિજય નાયર સાથે સંબંધો છે. ઇડીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મહેન્દ્રુની ધરપકડ કરી હતી.

5. સન્ની મારવાહ (મહાદેવ લિકર)

સીબીઆઈએ આ કેસમાં આરોપી સની મારવાહનું નિવેદન પણ નોંધ્યું છે. સનીએ દારૂના કૌભાંડ સાથે સંબંધિત એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા લોકોની મોડસ ઓપરેન્ડી વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. એક કથિત સ્ટિંગ વીડિયોમાં મારવાહના પિતા કથિત કૌભાંડ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. તપાસમાં સીબીઆઈએ મારવાહને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા, જે 'સ્ટિંગ ઓપરેશન' દરમિયાન તેના પિતાના નિવેદન બાદ સામે આવ્યા હતા.

આ ઉપરાંત પણ એવા ઘણા નામ છે જે આ કેસમાં સંડોવાયેલા છે. એ. ગોપીકૃષ્ણ તે સમયે એક્સાઇઝ કમિશનર હતા. આનંદ તિવારી નાયબ આબકારી કમિશનર હતા અને પંકજ ભટનાગર સહાયક આબકારી કમિશનર હતા. ઓગસ્ટ 2022માં લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ભ્રષ્ટાચાર અને આબકારી નીતિમાં ગેરરીતિઓના આરોપસર 11 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. સીબીઆઈએ ગોપીકૃષ્ણ અને આનંદ સામે પણ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ સિસોદિયાને એક સવાલ પણ પૂછ્યો હતો કે, નવી લિકર પોલિસી બનાવતી વખતે તમારા એક્સાઈઝ કમિશનર અને અન્ય બે એક્સાઈઝ અધિકારીઓ સાથે શું ચર્ચા થઈ હતી?

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget