શોધખોળ કરો
Advertisement
દિલ્હીના ઓખલા વિસ્તારમાં લાગી ભીષણ આગ, 40 લોકોનું કરાયું રેસ્ક્યૂ
પ્રાથમિક જાણકારી અનુસાર આગ શનિવારે રાત્રે 2 વાગ્યે લાગ્યે હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આગ એવા વિસ્તારમાં લાગી હતી જ્યાં ઝુપડપટ્ટી અને કપડાના ગોડાઉન હતા.
નવી દિલ્હી: દિલ્હીના ઓખલા ફેઝ- 2 વિસ્તારમાં આજે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાઈર ફાઈટરની 30 ગાડીઓ પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા તમામ પ્રયાસ કરી રહ્યાં છે. આગ ઓખલા ફેઝ-2 વિસ્તારની સંજય કોલોનીમાં લાગી છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી.
પ્રાથમિક જાણકારી અનુસાર આગ શનિવારે રાત્રે 2 વાગ્યે લાગ્યે હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આગ એવા વિસ્તારમાં લાગી હતી જ્યાં ઝુપડપટ્ટી અને કપડાના ગોડાઉન હતા. અધિકારીઓ અનુસાર લગભગ 186 અસ્થાયી ઘરો અને ગોડાઉનને આગવાળી જગ્યાથી સુરક્ષિત કરી લીધા છે.
આ લાગી તે દરમિયાન 30-40 લોકો અંદર ફસાયા હતા અને તમામને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. એક વૃદ્ધ વ્યક્તિ લાપતા છે જેની શોધખોળ ચાલી રહી છે.
દિલ્હી ફાયર ફાઈટર અનુસાર આગ પર મોટાભાગે કાબુ મેળવી લીધો છે. આગના કારણે લાખોની સંપત્તિ અને ઘરો ભળીને ખાખ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion