શોધખોળ કરો
ઇલેક્ટ્રિક કારોની ખરીદી પર અહીં સરકાર આપી રહી છે 3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કઇ રીતે થશે ફાયદો
ઇલેક્ટ્રૉનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે ગયા વર્ષે 7 ઓગસ્ટે દિલ્હી ઇલેક્ટ્રિકલ વાહનોની પૉલીસીને લઇને જાહેરાત કરી હતી. આનો હેતુ ઇલેક્ટ્રૉનિક વાહનોને ખરીદવા માટે પ્રોત્સાહન આપવાનો છે. હવે આ પહેલને વધુ એક પગલુ આગળ વધારતા દિલ્હી સરકારે સ્વિચ દિલ્હી કેમ્પેઇનની જાહેરાત કરી છે
![ઇલેક્ટ્રિક કારોની ખરીદી પર અહીં સરકાર આપી રહી છે 3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કઇ રીતે થશે ફાયદો delhi government is giving 3 lakh discount on electric cars ઇલેક્ટ્રિક કારોની ખરીદી પર અહીં સરકાર આપી રહી છે 3 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો કઇ રીતે થશે ફાયદો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/05192903/EV-Car-04.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા પ્રદુષણ પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો નવા નવા પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને દિલ્હી અને કેન્દ્ર સરકાર પ્રદુષણ પર ગંભીર છે. આને લઇને હવે દિલ્હી સરકારે એક ખાસ જાહેરાત કરી છે. ઇલેક્ટ્રૉનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે ગયા વર્ષે 7 ઓગસ્ટે દિલ્હી ઇલેક્ટ્રિકલ વાહનોની પૉલીસીને લઇને જાહેરાત કરી હતી. આનો હેતુ ઇલેક્ટ્રૉનિક વાહનોને ખરીદવા માટે પ્રોત્સાહન આપવાનો છે. હવે આ પહેલને વધુ એક પગલુ આગળ વધારતા દિલ્હી સરકારે સ્વિચ દિલ્હી કેમ્પેઇનની જાહેરાત કરી છે.
આ કાર પર મળશે ફાયદો....
આ અભિયાન અંતર્ગત કેજરીવાલ સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ગ્રાહકોને લાભ આપવામાં આવશે. ટાટા નેક્સસ ઇવીના XM વેરિએન્ટની ઓન રૉડ પ્રાઇસ 16.16 લાખ રૂપિયા અને XZ+ વેરિએન્ટ માટે 17.59 લાખ રૂપિયા છે. આ બન્ને વેરિએન્ટ પર દિલ્હી સરકાર 1,50,000 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે.
3 લાખ સુધી મળશે ડિસ્કાઉન્ટ....
એટલુ જ નહીં જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદો છો તો કાર માટે રૉડ ટેક્સ, રજિસ્ટ્રેશન ફી અને પ્રદુષણની ચૂકવણીમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. એક્સએમ ટ્રિમ પર રૉડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી ડિસ્કાઉન્ટ 1,40,500 રૂપિયા અને XZ+ વેરિએન્ટ પર 1,49,900 રૂપિયા છે, એટલે કે દિલ્હી સરકાર હવે Tata Nexon EVની ખરીદી પર ત્રણ લાખથી વધુનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)