Delhi High Court : ઉદ્ધવ ઠાકરેને દિલ્હી હાઇકોર્ટે આપ્યો ઝટકો, ચૂંટણી ચિહ્ન પર રોક યથાવત, ચૂંટણી પંચને જલદી નિર્ણય લેવા આદેશ
ઉદ્ધવ ઠાકરેને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ઉદ્ધવ ઠાકરેની અરજી ફગાવી દીધી હતી
Shivsena Symbol: ઉદ્ધવ ઠાકરેને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ઉદ્ધવ ઠાકરેની અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં ઉદ્ધવે ચૂંટણી પંચના આદેશને પડકાર્યો હતો. વાસ્તવમાં ઉદ્ધવ અને શિંદે બંને છાવણીઓએ શિવસેના પર પોતપોતાના દાવા કર્યા હતા. જેના કારણે ચૂંટણી પંચે બંને પક્ષોને અલગ-અલગ નામ અને ચિહ્નો ફાળવ્યા હતા. શિવસેનાનું ચૂંટણી ચિહ્ન 'ધનુષ બાણ' ચૂંટણી પંચે ફ્રીઝ કરી દીધું છે. આ આદેશ સામે ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે હાઈકોર્ટે ઉદ્ધવની આ અરજીને ફગાવી દીધી છે.
Delhi High Court dismisses Shiv Sena chief Uddhav Thackeray's plea challenging the Election Commission of India's (ECI) decision to freeze the election symbol of 'Bow and Arrow'.
— ANI (@ANI) November 15, 2022
ECને ઝડપી નિર્ણય લેવા આદેશ કર્યો હતો
કોર્ટે ચૂંટણી પંચને આ મામલે વહેલી તકે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે શિવસેનામાં બળવો થયા બાદ શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ બંનેએ શિવસેના પર પોતાનો દાવો કર્યો હતો. શિવસેનાના નામ અને ચૂંટણી ચિન્હ 'ધનુષ-બાણ'ને લઈને ઝઘડો વધુ તીવ્ર બન્યો છે. દરમિયાન અંધેરી બેઠક પર પેટાચૂંટણીને કારણે ચૂંટણી પંચે બંને જૂથોને નવું નામ અને નવું ચૂંટણી ચિન્હ જાહેર કર્યું હતું. ત્યાં સુધી ચૂંટણી પંચે ચૂંટણી ચિન્હ 'ધનુષ-બાણ'ને ફ્રીઝ કરી દીધું હતું.
ઉદ્ધવ ઠાકરેને કોર્ટે શું કહ્યું?
ઉદ્ધવની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે પેટાચૂંટણીના કારણે જ આવી વ્યવસ્થા કરી છે. કોર્ટે કહ્યું હતું કે હવે પેટાચૂંટણી થઈ ગઈ છે તેથી વચગાળાનો આદેશ હવે અસ્તિત્વમાં નથી. કોર્ટે ઉદ્ધવ જૂથને પૂછ્યું કે હવે અદાલતે ચૂંટણી પંચના અંતિમ અભિપ્રાયની રાહ કેમ ન જોવી જોઈએ? ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે તે એક બંધારણીય સંસ્થા છે અને તેને નિર્ણય પર પહોંચવા માટે સમય મર્યાદા સાથે જોડી શકાય નહીં
Morbi Bridge collapse: મોરબી ઝુલતા પુલ મામલે હાઇકોર્ટમાં સુનાવણી, અનાથ થયેલા બાળકો પુખ્ત વય સુધી આ સુવિધા આપવા આદેશ
Morabi Bridge collapse:મોરબી બ્રિજ દૂર્ઘટનાના કેસની આઝે હાઈકોર્ટમાં સુનાવણી હતી, કોર્ટે આ મામલે કેટલાક સવાલો સરકારને કર્યાં હતા. એગ્રીમેન્ટ સહિતને કેટલાક મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કેટલા સવાલો કર્યાં છે.મોરબીનો ઝુલતો પુલ 30 ઓક્ટોમ્બરે સાંજના સમયે તૂટી પડ્યો હતો અને ત્યારે ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકોમાંથી 135 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.
મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી તેનો હાઈકોર્ટે ખુલાસો માગ્યો હતો. ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ તેનો સરકાર સ્પષ્ટ જવાબ આપે તેવો હાઈકોર્ટ હુકમ કરાયો હતો. આ ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં ખળભળાટ મચી ગયો હતો. આ પુલનું રિનોવેશનનું કામ ઓરેવા કંપનીએ સંભાળ્યું હતું. પુલ તૂટતા તેની મજબૂતાઇ, અને કામનાં થયેલા ભ્રષ્ટાચાર સહિતના મુદ્ અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આ મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી. કોર્ટે આ ઘટના મામલે સરકારની ઝાટકણી કાઢતાં કેટલાક સવાલોના જવાબ માગ્યાં છે.