શોધખોળ કરો
Advertisement
અમિત શાહે આદેશ આપીને ક્યાં મૃતકોના દિલ્હીમાં કરાવ્યા અંતિમ સંસ્કાર ? જાણો કેમ નહોતી થતી અંતિમ વિધી ?
દિલ્હીમાં કોવીડ-19ના કેસનો સામો કવામાં દિલ્હી સરકાર નિષ્ફળ રહ્યાની ટાકી બાદ ગૃહમંત્રીએ કોરોના વાયરસની સ્થિતિનો સામનો કરવા માટે ખુદ કમાન સંભાળી છે.
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ દિલ્હીની હોસ્પિટલે કોવિડ-19ના કેટલાક મૃતકોનું તેમના પરિવારજનોની સમહતિથી અંતિમ સંસ્કાર કર્યા છે. આ જાણકારી મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસને કારણે મરનારા 36 લોકોના બુધવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિર્દેશ પર દિલ્હીની તમામ હોસ્પિટલોએ કોવિડ-19થી મનરારાઓના તેમના પરિવારજનોની સહમતિથી અથવા તેમની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.’
પ્રવક્તાએ કહ્યું કે, બાકીના 36 મુતકોના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવશે કારણ કે તેમના પરિવારજનો દિલ્હીમાં હાજર નથી. પ્રવક્તાએ કહ્યું કે, હવે આગળથી વિલંબ નહીં થાય.
જોકે એ જાણવા મળ્યું નથી કે મંગળવારે કેટલા મૃતોકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હોસ્પિટલની દેખરેખમાં અંતિમ સંસ્કાર સ્મશાન ગૃહોમાં થયા. દિલ્હીમાં કોવીડ-19ના કેસનો સામો કવામાં દિલ્હી સરકાર નિષ્ફળ રહ્યાની ટાકી બાદ ગૃહમંત્રીએ કોરોના વાયરસની સ્થિતિનો સામનો કરવા માટે ખુદ કમાન સંભાળી છે.
કોરોના વાયરસ વિરૂદ્ધ દિલ્હીની લડાઈમાં ગૃહમંત્રીએ ખુદ મોર્ચો સંભાળ્યો છે. મહામારીથી લડવાની યોજનાને મજબૂતી આપવા માટે રવિવારે તેમણે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, દિલ્હીની ત્રણેય નગર નિગમના મેયર અને કમિશ્નરો સાથે બે ઉચ્ચસ્તરીય બેઠક કરી. શાહે સોમવારે જ મહાનગરના એલએનજેપી હોસ્પિટલનો અચાનક મુલાકાત લઈ ત્યાં સુવિધાનો તાગ મેળવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement