(Source: ECI/ABP News/ABP Majha)
નિર્દીયી માતાએ બાળકીના હાથ-પગ બાંધી ગરમીમાં ધખતા ધાબા પર રાખી, કારણ જાણીને હેરાન થઈ જશો
સામાન્ય રીતે કોઈ પણ માતા-પિતા પાસેથી તેમના બાળક માટે પ્રેમ અને કાળજીની અપેક્ષા રાખવામાં આવે છે.
Delhi Girl Child’s Scary Viral Video: સામાન્ય રીતે કોઈ પણ માતા-પિતા પાસેથી તેમના બાળક માટે પ્રેમ અને કાળજીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ દુનિયામાં કેટલાક માતા-પિતા એવા પણ છે જેઓ પોતાના બાળકોને પાઠ ભણાવવાના નામે સજા આપતાં અચકાતા નથી. રાજધાની દિલ્હીના ખજુરી ખાસ વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતા-પિતાએ તેમની છ વર્ષની બાળકીને હાથ-પગ બાંધીને ધાબા પર આકરા તાપમાં છોડી દીધી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બાળકી પર અત્યાચાર કરનાર પરિવારનો સંપર્ક કર્યો હતો. પોલીસ ટૂંક સમયમાં આ પરિવાર પર કાર્યવાહી કરશે.
હોમવર્ક ન કરવા બદલ આપી સજાઃ
આ કાળઝાળ ગરમીમાં તમને હાથ-પગ બાંધીને ધાબા પર છોડી દેવામાં આવે તો તમને કેવું લાગશે. પરંતુ દિલ્હીના ખજુરી ખાસમાં એક પરિવારે આ પરાક્રમ કોઈ અન્ય વ્યક્તિ સાથે નહીં પરંતુ પોતાના બાળક સાથે કર્યું છે. છોકરીનો એક માત્ર દોષ એ છે કે તેણીએ હોમવર્ક કર્યું નથી. આનાથી ગુસ્સે થઈને તેની પોતાની માતા જેને મમતાની મૂર્તિ કહેવામાં આવે છે તે તેના માટે શેતાન બની ગઈ. આ છ વર્ષની બાળકીની માતાએ તેના હાથ-પગ બાંધીને તેને ધોમધખતા તાપમાં ટેરેસ પર છોડી દીધી હતી. બાળકી રડતી અને રડતી રહી, પરંતુ માતાનું હૃદય પીગળ્યું નહીં. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો અને આ ઘટના પોલીસના ધ્યાનમાં આવી.
दिल्ली का एक दिल दहला देने वाला वीडियो वायरल हो रहा है. होमवर्क न करने से नाराज़ एक माँ ने बच्ची के हाथ पैर बांध कर उसे धूप में छोड़ दिया है. दिल्ली पुलिस ने इस परिवार को ट्रेस कर लिया है और कार्रवाई की तैयारी कर रही है. https://t.co/G97OftTT5i #Delhi #DelhiPolice pic.twitter.com/KFgAgl29Xh
— Sansani (@sansaniABP) June 8, 2022
પોલીસ ક્રૂર માતા સામે કાર્યવાહી કરશેઃ
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ગુસ્સો છે. આ ઘટના 2 જૂનની જણાવવામાં આવી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે બાળકીના માતા-પિતા સાથે વાત કરી. દિલ્હી પોલીસનું કહેવું છે કે છોકરીની માતાએ કહ્યું કે તેણે હોમવર્ક કર્યું નથી. આ કારણે તેની માતાએ તેને સજા કરવા માટે થોડીવાર માટે તેને ટેરેસ પર છોડી દીધી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બાળકી સ્વસ્થ છે, પરંતુ પોલીસ પરિવાર સામે તાત્કાલિક કાર્યવાહી કરશે. જો કે આ વીડિયો પહેલા કરવલ નગરનો જણાવવામાં આવી રહ્યો હતો, પરંતુ બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે ખજુરી ખાસનો છે.