શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સંક્રમિત દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનની તબિયત લથડી, પ્રાઈવેટ હોસ્પિટલમાં કરાયા શિફ્ટ
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનને ફેફસામાં સંક્રમણ વધી ગયું છે. તેમને શ્વાસ લેવામાં થઈ રહેલી તકલીફ બાદ ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
નવી દિલ્હી: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનને ફેફસામાં સંક્રમણ વધી ગયું છે. તેમને શ્વાસ લેવામાં થઈ રહેલી તકલીફ બાદ ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવ સ્વાસ્થ્ય મંત્રીની સાવરા રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ચાલી રહી હતી, હવે દિલ્હીની સાકેત મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આ પહેલા ગુરૂવારે જે જાણકારી આપવામાં આવી હતી તે મુજબ તબીયત ઠીક હતી. અધિકારીઓએ જાણકારી આપી હતી કે તેમની તબીયતમાં સુધારો થયો છે પરંતુ બુખાર યથાવત હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 55 વર્ષના મંત્રી સત્યેંદ્ર જૈનને જરૂર મુજબ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે સત્યેંદ્ર જૈનના સ્વાસ્થ્યની તપાસ થઈ હતી જેમાં કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. તેના એક દિવસ પહેલા જ તાળ અને શ્વાસ લેવામાં તકલીફની ફરીયાદ તેમણે કરી હતી. ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
16 જૂનના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનની કોરોના વાયરસની રિપોર્ટ નેગેટિવ આવી હતી. પરંતુ બીજી વખત તપાસ કરતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બીમાર થયા પહેલા તેમણે દિલ્હીમાં કોરોના વાયરસને રોકવા માટે આયોજિત ઘણી ઉચ્ચસ્તરીય બેઠકોમાં ભાગ લીધો હતો. આ બેઠકોમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ, કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion