દિલ્હીમાં નવા CM નો શપથ ગ્રહણ સમારોહ ક્યારે ? તારીખને લઈ સામે આવ્યું નવું અપડેટ
દિલ્હીમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ 19 અથવા 20 ફેબ્રુઆરીએ થઈ શકે છે.

નવી દિલ્હી: દિલ્હીમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ 19 અથવા 20 ફેબ્રુઆરીએ થઈ શકે છે. ધારાસભ્ય દળની બેઠક 17 કે 18 ફેબ્રુઆરીએ યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં વડાપ્રધાન મોદી અમેરિકા અને ફ્રાંસના પ્રવાસ પરથી આજે રાત્રે ભારત પરત ફરી રહ્યા છે, ત્યારબાદ સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.
પીએમના સ્વદેશ પરત ફર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને બીજેપીના અન્ય ટોચના નેતાઓ સાથે બેઠક થશે. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી પદ પર નિર્ણય લેવામાં આવશે. 48 ધારાસભ્યોમાંથી 15ના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 9 નામોની પસંદગી કરવામાં આવશે અને મુખ્યમંત્રી, મંત્રી અને સ્પીકરના નામો નક્કી કરવામાં આવશે.
દિલ્હીના આગામી સીએમના નામ પર ચર્ચા ચાલી રહી છે
તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મેળવીને ભાજપે અંદાજે 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે હવે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેના પર ધ્યાન કેન્દ્રિત થયું છે, કારણ કે ભાજપે સીએમ ચહેરો જાહેર કર્યા વગર જ ચૂંટણી લડી હતી. આ અંગે પક્ષની કેન્દ્રીય નેતાગીરી દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે અને વિવિધ પાસાઓને ધ્યાનમાં લઈને ચર્ચાઓ ચાલી રહી હોવાનું કહેવાય છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટી માત્ર 22 સીટો જીતી શકી હતી. જ્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત 'શૂન્ય' એટલે કે ખાતું પણ ખોલાવી શકી નથી. 1993માં ભાજપે દિલ્હીમાં પહેલીવાર જીત મેળવી હતી. ત્યારથી, ભાજપ 27 વર્ષથી રાષ્ટ્રીય રાજધાનીમાં વનવાસ ભોગવી રહ્યો હતો.
પ્રવેશ સિંહ વર્માનું નામ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ
પ્રવેશ સિંહ વર્મા પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે અને રાજકારણમાં એક જાણીતું નામ છે. તેઓ પશ્ચિમ દિલ્હીથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં તેમણે 5.78 લાખ મતોથી જીત મેળવી હતી, જે દિલ્હીના ઇતિહાસમાં સૌથી મોટી જીત હતી. આ વખતે તેમણે નવી દિલ્હી વિધાનસભા સીટ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 4099 મતોથી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા.
દિલ્હીમાં બે ડેપ્યુટી CM બનાવવા પર BJP માં વિચાર ? આ મહિલા ધારાસભ્યનું નામ રેસમાં સૌથી આગળ




















