શોધખોળ કરો

Delhi: દેશના આ રાજ્યમાં હવે જાહેર જગ્યાઓ પર માસ્ક ના પહેરવા બદલ દંડ નહીં લેવાય

રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને DDMAએ આ નિર્ણય લીધો છે. તાજેતરમાં, DDMA એ કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી.

Delhi News: દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ રાજ્યમાં ફરજિયાત માસ્ક પહેરવાની મુદત 30 સપ્ટેમ્બર પછી લંબાવવાનો નિર્ણય લીધો નથી. આ સાથે જ, દિલ્હી આરોગ્ય અને પરિવાર કલ્યાણએ કહ્યું કે, DDMAએ પણ નિર્ણય લીધો છે કે, 30 સપ્ટેમ્બર પછી માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે નહીં.

દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે માહિતી આપી કે, 'DDMA એ નિર્ણય લીધો છે કે 30 સપ્ટેમ્બર પછી જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા માટે મહામારીના કાયદા હેઠળ માસ્કની જરૂરિયાત 30 સપ્ટેમ્બરથી આગળ વધારી શકાશે નહીં. માસ્ક ના પહેરવા બદલ લેવાતો રૂ. 500નો દંડ પણ નાબૂદ કરવામાં આવશે. જેથી હવે લોકો જાહેર જગ્યાઓ પર માસ્ક વગર જોવા મળશે તો પણ દંડ લેવામાં નહી આવે.

એપ્રિલમાં ફરીથી દંડ લેવાનું શરુ કરાયું હતુંઃ

રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને DDMAએ આ નિર્ણય લીધો છે. તાજેતરમાં, DDMA એ કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી, માસ્ક ન પહેરવા બદલ દંડ લાદવાની જોગવાઈ પણ બેઠકમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા જતા કેસોને જોતાં રાજ્ય સરકારે આ વર્ષે એપ્રિલમાં ફરીથી જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ કરી હતી. પરંતુ ગયા મહિને મળેલી બેઠકમાં DDMA એ નિર્ણય લીધો હતો કે 30 સપ્ટેમ્બર પછી ફરજીયાત માસ્ક પહેરવાની કોઈ જરુર નથી. હાલ દિલ્હીમાં કોરોના વાયરસના કેસનો ખતરો નથી. કોરોના પ્રતિરોધક રસીના ડોઝ મોટી સંખ્યામાં લોકોએ લીધા છે જેથી કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ પણ ઘટ્યું છે.

AIIMSના પૂર્વ નિર્દેશકે સાવચેત રહેવાની અપીલ કરી

બીજી તરફ, ભારતમાં અત્યંત ચેપી કોવિડ વેરિઅન્ટ મળી આવવાના અહેવાલો વચ્ચે, દિલ્હી AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ સામાન્ય લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું તમામ લોકોને સૂચન કરીશ કે જો તેઓ ઘરની બહાર જતા હોય અથવા ભીડભાડવાળી જગ્યાઓ પર જતા હોય તો તેઓએ માસ્ક પહેરવું જોઈએ અને વૃદ્ધોને બહાર જતા અટકાવવા જોઈએ કારણ કે તેમનામાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા

Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદValsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp AsmitaHu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી

IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો

T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 

Embed widget