શોધખોળ કરો
Advertisement
ભારતે પાકિસ્તાનના ડેપ્યુટી હાઇ કમિશ્નરને પાઠવ્યું સમન્સ, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ બંને પડોશી દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આજે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ડેપ્યુટી હાઇ કમિશ્નર સૈયદ હૈદર શાહને સમન્સ મોકલ્યું હતું. જેને લઇ તેઓ આજે સાંજે 5.15 કલાકની આસપાસ સાઉથ બ્લોકમાં હાજર થયા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીને લઇને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. રવીશ કુમારે કહ્યું કે, ભારતની એર સ્ટ્રાઇકની જવાબમાં પાકિસ્તાને એક્શન લીધી. ભારતે પાકિસ્તાનની એક્શનનો જડબાતોડ જવાબ આપ્યો અને તેમના લડાકૂ વિમાનને તોડી પાડ્યુ. જોકે, આ કાર્યવાહીમાં ભારતનું એક મિગ વિમાન પણ ધ્વસ્ત થઇ ગયું અને અમારો એક પાયલટ લાપતા છે.Delhi: Pakistan Deputy High Commissioner Syed Haider Shah at South Block. He had been summoned by Ministry of External Affairs. pic.twitter.com/ZZEb0tAQ8z
— ANI (@ANI) February 27, 2019
પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય પાયલટ તેમની કસ્ટડીમાં છે, અમે હાલ તેની તપાસ કરી રહ્યાં છીએ. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રિફીંગમાં રવીશ કુમારની સાથે એર વાઇસ માર્શલ આર.જી.કે કપૂર પણ હાજર રહ્યાં હતાં.Delhi: Pakistan Deputy High Commissioner Syed Haider Shah (on the right) arrives at South Block after being summoned by Ministry of External Affairs. pic.twitter.com/2GwxqApWLE
— ANI (@ANI) February 27, 2019
Delhi: Pakistan Deputy High Commissioner Syed Haider Shah summoned by Ministry of External Affairs pic.twitter.com/sXnJQvhMpz
— ANI (@ANI) February 27, 2019
જેટલીનું મોટું નિવેદનઃ એબટાબાદ ઓપરેશન અમેરિકા કરી શકે તો ભારત પણ કરી શકે, જુઓ વીડિયો
F-16 વિમાનને પાકિસ્તાનમાં જ ભારતે ફૂંકી માર્યું, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion