AAP વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, PM મોદી અને અમિત શાહની તસવીરને લઇને કર્યું હતું આ ટ્વિટ
દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે
દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટા અને વીડિયો પોસ્ટ કરવા બદલ સત્તાધારી AAP વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
કથિત રીતે એવો આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પર તેના ચૂંટણી પ્રચારના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર હુમલો કરવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના અનેક વીડિયો તેમજ ફોટા પોસ્ટ કર્યા હતા.
શું ચૂંટણીનો મુદ્દો બનશે?
અરવિંદ કેજરીવાલની પાર્ટી અને ભાજપ વચ્ચેના આ ચૂંટણી જંગમાં આ પોલીસ કાર્યવાહી બીજો મુદ્દો બની શકે છે. અરવિંદ કેજરીવાલ સતત આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ પાર્ટી તેમના નેતાઓને નબળા પાડવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. કેટલાક ચૂંટણી સર્વેક્ષણો અરવિંદ કેજરીવાલની પાર્ટીની જીતની આગાહી કરી રહ્યા છે, પરંતુ સાથે જ ખરાખરીનો જંગ બતાવી રહ્યા છે કારણ કે આ ચૂંટણીમાં મત ટકાવારી ઘટવાનો અંદાજ છે. આ ઉપરાંત, ઘણા મુદ્દાઓ છે જેના કારણે ઘણી બેઠકો પર જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને 8 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરવામાં આવશે. 1998થી દિલ્હીમાં સત્તાની બહાર રહેલી ભાજપ આ વખતે ચૂંટણી જીતવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. અમિત શાહે મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકરોને એમ પણ કહ્યું કે 2024નો અંત વિજય સાથે થયો અને 2025ની શરૂઆત દિલ્હીમાં વિજય સાથે થશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રામદાસ આઠવલેએ કહ્યું કે, "અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારેનું નામ બદનામ કરવાનું કામ કર્યું છે. તેઓ માત્ર આરોપો લગાવવાનું કામ કરે છે. આજે તેમણે દિલ્હીની છબી માટે ખતરો ઉભો કર્યો છે. દિલ્હીમાં બીજેપીના સત્તામાં આવવાની તમામ શક્યતાઓ છે.
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે