શોધખોળ કરો
Advertisement
COVID 19: દિલ્હીમાં આજે 1349 નવા કેસ નોંધાયા, કુલ સંખ્યા વધીને એક લાખ 25 હજારને પાર
રાજધાની દિલ્હીમાં આજે કોરોના વાયરસના 1349 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1.25 લાખથી વધુ થઈ છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આજે કોરોના વાયરસના 1349 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1.25 લાખથી વધુ થઈ છે. કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા વધીને 3690 થઈ ગઈ છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત 9 દિવસ સુધી નવા કેસની સંખ્યા 1,000 થી 2,000ની વચ્ચે રહી અને સોમવારે ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં સોમવારે સંક્રમણના 954 કેસ સામે આવ્યા હતા.
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયા છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 15288 થઈ ગઈ છે, જે સોમવારે 15166 હતી.
રાષ્ટ્રીય રાજધાનીમાં 23 જૂને સૌથી વધુ 3947 કેસ સામે આવ્યા હતા. હાલના આંકડા મુજબ કોરોના વાયરસ સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા વધીને 3690 થઈ ગઈ છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 125096 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement