Delhi Corona Cases: છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 2668 કેસ નોંધાયા, જાણો કેટલાના થયા મોત?
દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 2668 કેસ નોંધાયા છે
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 2668 કેસ નોંધાયા છે. હવે દિલ્હીમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 13630 થઇ ગઇ છે. આ સાથે જ દિલ્હીમાં સંક્રમણ દર 4.3 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 5 ટકાથી પણ ઓછો રહી ગયો છે.
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી દિલ્હીમાં 13 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દિલ્હીમાં કોરોનાથી મરનારાઓની કુલ સંખ્યા 25,932 થઇ ગઇ છે. આ દરમિયાન 3895 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.
દિલ્હીમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 13630 છે જેમાંથી 9581 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં 61,992 લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 18 લાખ 38 હજાર 647 કેસ સામે આવી ચૂક્યા છે અને કોરોનાથી 25, 932 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
COVID19 | Delhi reports 2,668 new cases, 13 deaths and 3,895 recoveries in the last 24 hours; Active cases stand at 13,630 pic.twitter.com/AUCt1FVjaJ
— ANI (@ANI) February 3, 2022
હવે મોબાઇલ પર Youtube જોવુ થશે વધુ આસાન, યુટ્યૂબ એપમાં એડ થયા આ શાનદાર ફિચર્સ, જાણો
New SmartPhone: માર્કેટમાં હવે એન્ટ્રી કરશે Motorolaનો 200 મેગાપિક્સલ કેમેરા વાળો ફોન, જાણો વિગતે
Green Bonds: ગ્રીન બોન્ડ્સ શું છે જેમાં રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે, જાણો વિગતે