(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીની શાળામાં નોંધાયા કોરોનાના નવા કેસ, વિદ્યાર્થી અને શિક્ષક આવ્યા પોઝિટિવ
વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા બાદ ગાઝિયાબાદમાં ઘણી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. ગુરુવારે દિલ્હીની એક ખાનગી શાળા કોરોના વાયરસની ઝપેટમાં આવી હતી ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. AAP ધારાસભ્ય આતિશીએ કહ્યું છે કે ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.
આ અગાઉ નોઇડામાં કોરોના વાયરસના અનેક નવા કેસ નોંધાયા હતા. નોઇડામાં છેલ્લા 24 કલાકમાં 15 બાળકો કોરોના પોઝિટીવ આવ્યાનુ જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે માતાપિતાની ચિંતા વધી રહી છે. નોઈડા પ્રશાસન જીનોમ સિક્વન્સિંગ માટે કુલ 68 સેમ્પલ મોકલવા જઈ રહ્યું છે. નોઈડામાં જે બાળકો પોઝિટિવ મળ્યા છે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સમગ્ર નોઈડામાં કોરોના વાયરસના 44 નવા કેસ નોંધાયા છે.
દિલ્હી પહેલા કોરોનાએ NCRની શાળાઓમાં એન્ટ્રી મારી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા બાદ ગાઝિયાબાદમાં ઘણી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. કુલ 23 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ નોઈડામાં 3 શાળાઓમાં અભ્યાસ ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે.
ગૌતમ બુદ્ધ નગરના સીએમઓ ડૉ. સુનિલ શર્મા દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં શાળાઓને કહેવામાં આવ્યું છે કે જો તેઓને તેમના વિદ્યાર્થીઓમાં કોઈ શંકાસ્પદ કોરોના કેસ જણાય તો તરત જ જાણ કરે. શાળાઓને સૂચના આપવામાં આવે છે કે કોઈપણ વિદ્યાર્થીને ઉધરસ, તાવ, ઉલટી, ઝાડા જેવી કોઈ ફરિયાદ હોય તો તરત જ હેલ્પલાઈન નંબર 1800492211 પર ફોન કરીને CMO ઓફિસને જાણ કરવામાં આવે. શાળાઓ cmogbnr@gmail.com પર પણ માહિતી શેર કરી શકે છે.
Agriculture News: ખેડૂતનો અનોખો પશુપ્રેમ, ગરમીથી પરેશાન ભેંસો માટે તબેલામાં લગાવ્યા શાવર
Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ
Fact Check: પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં ઈન્ડિયન ઓઈલ આપી રહી છે રૂ. 6000નું ગિફ્ટ કાર્ડ ? જાણો વિગત