શોધખોળ કરો

અમદાવાદ જેવી દુર્ઘટના થતાં અટકી પ્લેનમાં ટેક ઓફ સાથે જ લાગી આગ, થયું ઇમરજન્સી લેન્ડિંગ, જુઓ વીડિયો

Delta Airlines Emergency Landing: ડેલ્ટા ફ્લાઇટ DL446 ને ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં આગ લાગી જતાં LAX એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું. બધા મુસાફરો સુરક્ષિત છે. FAA એ ઘટનાની તપાસ શરૂ કરી છે.

Delta Airlines Emergency Landing:લોસ એન્જલસથી એટલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL446 ને શુક્રવારે (18 જુલાઈ, 2025) ટેકઓફ કર્યા પછી તરત જ એન્જિનમાં આગ લાગવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર બની હતી. ફ્લાઇટ બોઇંગ 767-400 એરક્રાફ્ટની હતી.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ફ્લાઇટ દરમિયાન ડાબા એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી. જોકે, કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને નુકસાન થયું નથી. ફાયર ફાઇટર સમયસર પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો. ફ્લાઇટ શરૂ થતાં જ એન્જિન ખરાબ થઈ ગયું. પાયલોટે તાત્કાલિક કટોકટી જાહેર કરી અને વિમાનને એરપોર્ટ પર પાછું ફેરવ્યું. એર ટ્રાફિક કંટ્રોલે પણ તાત્કાલિક મદદ કરી અને કટોકટી સેવાઓને એલર્ટ કરવામાં આવી.

Flightradar24 મુજબ, વિમાન પહેલા પેસિફિક મહાસાગર તરફ ગયું, પછી ડાઉની અને પેરામાઉન્ટ ઉપર ચક્કર લગાવીને એરપોર્ટ પર પાછું ફર્યું. આ સમય દરમિયાન, પાઇલટ અને ક્રૂએ તમામ જરૂરી તપાસ પૂર્ણ કરી અને સેફ લેન્ડિંગ કરાવ્યું હતું. . મુસાફરોના જણાવ્યા મુજબ, ફ્લાઇટ કેપ્ટને જાહેરાત કરી કે ફાયર ટીમ એન્જિનમાં આગની પુષ્ટિ કરી રહી છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુએસ એવિએશન એજન્સી (FAA) એ તપાસ શરૂ કરી છે.                                                                                               

આ વિમાન લગભગ 25 વર્ષ જૂનું છે અને તેમાં જનરલ ઇલેક્ટ્રિક કંપનીના બે CF6 એન્જિન છે. ડેલ્ટા એરલાઇન્સે જણાવ્યું હતું કે, ટેકઓફ કર્યા પછી તરત જ, ડાબા એન્જિનમાં મુશ્કેલીના સંકેતો જોવા મળ્યા હતા, જેના કારણે ફ્લાઇટને પાછી ફરવું પડ્યું હતું.

નોંધનીય છે કે, એપ્રિલની શરૂઆતમાં, ઓર્લાન્ડો એરપોર્ટ પર બીજી ડેલ્ટા ફ્લાઇટમાં આગ લાગી હતી. ત્યારબાદ A330 વિમાન એટલાન્ટા જવાની તૈયારી કરી રહ્યું હતું, જેમાં 282 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. તે અકસ્માતમાં પણ કોઈને ઈજા થઈ ન હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget