Delta Plus Variant: ICMRના વૈજ્ઞાનિકે ગણાવ્યો ખૂબ ગંભીર, કહી આ વાત
આઈસીએમઆરના પૂર્વ હેડ સાયન્ટિસ્ટ રમન ગંગાખડેકરે કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિયંટ ઓફ કંસર્નની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે અને તે ખૂબ ઝડપથી ફેલાય છે. તેમણે કહ્યું જો ડેલ્ટા વેરિયંટ ચિંતાનો વિષય હોય તો ડેલ્ટા પલ્સ વેરિયંટને પણ આ શ્રએણી તરીકે જોવો જોઈએ.
નવી દિલ્હીઃ દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના મામલા સતત વધી રહ્યા છે. નવો વેરિયંટ દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યો છે. આ દરમિયાન આઈસીએમઆરના પૂર્વ હેડ સાયન્ટિસ્ટ રમન ગંગાખડેકરે કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિયંટ ઓફ કંસર્નની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે અને તે ખૂબ ઝડપથી ફેલાય છે. તેમણે કહ્યું જો ડેલ્ટા વેરિયંટ ચિંતાનો વિષય હોય તો ડેલ્ટા પલ્સ વેરિયંટને પણ આ શ્રએણી તરીકે જોવો જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે ડેલ્ટા વેરિયંટ સેલ થી સેલ સુધી પહોંચી જાય છે ત્યારે અંગોને નુકસાન સંદર્ભે તેનો શું અર્થ છે ? જો તે દિમાગ સુધી પહોંચી ગયો તો શું થશે ? તેમણે એમ કહ્યું કે જો આમ થાય તો ન્યૂરોલોજિકલ લક્ષણ વધારે પેદા થશે. આઈસીએમઆરના પૂર્વ વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું કે, શરીરના કયા અંગ પર તે અસર કરે છે તેના પર નિર્ભર છે.
It depends on which organ am I speaking about, it'll perhaps damage more those specific organs if it's proven to be true that it's causing major pathophysiologic change&affecting different organs: Raman Gangakhedkar, ex-Head Scientist of Epidemiology & communicable diseases, ICMR
— ANI (@ANI) June 26, 2021
દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.
મહારાષ્ટ્ર બાદ તમિલનાડુના મદુરાઈમાં પણ એક વ્યક્તિનું ડેલ્ટા પ્લસ વેરિયંટની મોત થયું છે. તમિલનાડુમાં ડેલ્ટા વેરિયંટના કારણે મોત થયાનો આ પ્રથમ કિસ્સો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. તમિલનાડુના કલ્યાણ મંત્રી એમ સુબ્રમણ્યને કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિંટના ત્રણ નવા મામલા સામે આવ્યા છે. જેમાંથી બે સંક્રમણ મુક્ત થઈ ચુક્યા છે. ડેલ્ટા પ્લસના જે લોકો સંક્રમિત મળ્યા છે તેમાં ચેન્નઈની 32 વર્ષની એક નર્સ અને કાંચીપુર જિલ્લાની એક વ્યક્તિ સામેલ છે. મદુરાઈના દર્દીના મોત બાદ તેમના નમૂના એકત્ર કરાયા હતા. જેની તપાસમાં ડેલ્ટા પ્લસ વેરિંયટના સંક્રમણની પુષ્ટિ થઈ હતી.
#WATCH | Raman Gangakhedkar, ex-Head Scientist of Epidemiology & communicable diseases, ICMR speaks on #DeltaPlusVariant. He says, "...Delta has spread a lot & is a Variant of Concern. Since it is a Variant of Concern, you've to also treat Delta Plus as a Variant of Concern..." pic.twitter.com/eDLDqnKMWv
— ANI (@ANI) June 26, 2021
કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સચિવને જ્યાં જિલ્લામાં ઉચિત કાર્રવાઈ કરવાના નિર્દેશ આપ્યા છે. જ્યાં ભીડ અને લોકો વધુ એકઠા થતા હોય ત્યાં મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ, તાત્કાલિક ટ્રેસિંગ અને સાથે જ પ્રાથમિકતાના આધારે વેક્સિન લગાવવાના નિર્દેશ અપાયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને સૌથી વધુ ચેપી ગણાવ્યો છે. વિશ્વના 85 દેશોમાં જોવા મળ્યો છે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ.
આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે. તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા. જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 80 દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.