ડેલ્ટા પ્લસમાં જોવા મળી રહ્યાં છે અલગ-અલગ લક્ષણો, જો આ Symtoms દેખાય તો થઇ જજો સાવધાન
કોરોના છેલ્લા દોઢ વર્ષથી નવા નવા વેરિયન્ટ સાથે વધુ સંક્રમક થઇ રહ્યો છે. આ સાથે કોરોનાના લક્ષણોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે.
કોરોના છેલ્લા દોઢ વર્ષથી નવા નવા વેરિયન્ટ સાથે વધુ સંક્રમક થઇ રહ્યો છે. આ સાથે કોરોનાના લક્ષણોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. બ્રિટનના તાજા આંકડાથી માહિતી મળી છે કે, જેને આપણે સામાન્ય શરદી, ખાંસી સમજી રહ્યાં હતા, તે કોરોનાના લક્ષણો હોઇ શકે છે. બ્રિટનમાં નોંધાયેલા કોરોનાના કેસમાં લક્ષણોમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. તાવ અને ખાંસી પહેલાથી જ કોરોનાના સામાન્ય લક્ષણોમાંના એક રહ્યાં છે. તો ગળામાં અને માથામાં દુખાવાના લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. જાણકારોનું કહેવું છે કે, સામાન્ય શરદી તાવ પણ કોરોના હોઇ શકે છે. વધતા જતાં કેસ પરથી કહી શકાય કે, વૃદ્ધોની તુલનામાં યુવામાં સંક્રમણ વધી રહ્યું છે.
ડેલ્ટા પ્લસના સામાન્ય ગંભીર લક્ષણોની વાત કરીએ તો સૂકી ઉધરસ, તાવ, ત્વચા પર ચકામા થવા, આંગળીઓની વચ્ચે ફોલ્લીઓ થવી, થાક લાગવો,ગળામાં દુખાવો,માથામાં સતત દુખાવો, ડાયરિયા થવાં, સ્વાદ- ગંધ ગુમાવવી જોવા મળે છે.
ઓછાથી સામાન્ય સંક્રમણમાં ઉપરોક્ત તમામ પ્રકારના લક્ષણો દર્દી અનુભવે છે. જો કે આ સિવાય ગંભીર રીતે બીમાર વ્યક્તિની શ્વસન પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે. ડેલ્ટા પ્લસના ગંભીર લક્ષણોની વાત કરીએ તો
ડેલ્ટા પ્લસ વેરિયન્ટનાં ગંભીર લક્ષણોમાં છાતીમાં દુખાવો,શ્વાસ લેવામાં તકલીફ થવી,
ગંભીર સંક્રમણમાં ફેફસાં વધુ પ્રભાવિત થતાં ઉપરોક્ત તમામ સમસસ્યા જોવા મળે છે. ફેફસાં વધુ સંક્રમિત થતાં શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવા જેવી
સમસ્યાઓ પણ જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. જેને હવે વેરિએન્ટ ઓફ કન્સર્નની યાદીમાં મૂકયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 16મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 31,443 નવા કેસ નોંધાયા હતા અને 49007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી, જ્યારે 2020 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસનો દર ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.